Brahmabhatta Samaj UK held Snehmilan, Executive Committee and Trustees appointed

બ્રહ્મભટ્ટ સમાજ યુકે દ્વારા તાજેતરમાં લંડનના હેરો ખાતે આવેલ બ્લ્યુ રૂમ સ્પોર્ટ્સ લોંજ ખાતે દીપાવલિ અને ક્રિસમસ પર્વે એક સ્નેહમિલન તેમજ એન્યુઅલ જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના કારોબારી સમિતિના સદસ્યો તથા નવા ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના સ્પોન્સરર શ્રી કુલદીપભાઇ બારોટ તથા શિક્ષણ, વેપાર તથા વ્યવસાય ક્ષેત્રે સફળતા મેળવનાર યુવાન-યુવતીઓનું સન્માન કરાયું હતું.

પ્રસ્તુત તસવીરમાં ડાબેથી બેસેલા રવિ દશાંદી (ટ્રેઝરર), સુનિલ ઇનામદાર (ટ્રસ્ટી), નરેન્દ્ર રાવ (ટ્રસ્ટી), કમલ રાવ (પ્રેસિડેન્ટ), તેજસ બ્રહ્મભટ્ટ (સેક્રેટરી), મનિષ બારોટ (વાઇસ પ્રેસિડેન્ટ) પાછળની હરોળમાં ઉભા રહેલા ડાબેથી કારોબારી સદસ્યો ધવલ બ્રહ્મભટ્ટ, ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ, રોહિત બારોટ અને નકુલ રાવ નજરે પડે છે. અન્ય કારોબારી સદસ્યો ભારતીબેન બારોટ, ભાવનાબેન બ્રહ્મભટ્ટ, વિમલ બારોટ તથા ટ્રસ્ટી ડૉ. હર્ષદભાઇ બ્રહ્મભટ્ટ તસવીર માટે ઉપસ્થિત રહી શક્યા ન હતા.

LEAVE A REPLY