બ્રેડફર્ડમાં આવેલી ‘દરેક ગલી’ કોઇક વ્યક્તિના મૃત્યુ પછી ઇદની ઉજવણી રદ કરવાની સૈ કોઇને ફરજ પડી હતી. ચાર મહિના સુધી ચાલેલા કોરોનાવાયરસ રોગચાળા અને તેને પગલે થયેલા ઘણા હઘા લોકોના મૃત્યુ બાદ હવે બ્રેડફર્ડના મુસ્લિમ સમુદાયનું જીવન સામાન્ય થઇ રહ્યું છે. પરંતુ ઇદ અલ-અધાની પૂર્વસંધ્યાએ તેમનું જીવન ફરી એકવાર લૉક થઈ ગયું હતું.
ગર્લિંગ્ટન સ્ટોર્સના માલિક 53 વર્ષીય તનવીર નાઝિરના જણાવ્યા મુજબ “સર્વત્ર મૃત્યુ થયાં છે. મારી નજીકની શેરીના એક પરિવારે તાજેતરમાં જ કોવિડ-19માં માતા અને પુત્રીને ગુમાવ્યા હતા. તો મારો પાડોશી પણ વાયરસથી મરણ પામ્યો હતો. દરેક સ્ટ્રીટ પર મોત નીપજ્યું છે.”
તા. 30ને ગુરૂવારે સરકારે વેસ્ટ યોર્કશાયર, ઇસ્ટ લેન્કેશાયર અને સમગ્ર ગ્રેટર માન્ચેસ્ટરના મોટા ભાગોમાં વધારાના પ્રતિબંધો લગાડ્યા હતા અને ઈદની ઉજવણીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.