સંશોધન મુજબ, બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરતી દવાઓ ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટાડી શકે છે. આ દવાઓ પહેલાથી જ હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની શક્યતા ઘટાડવા માટે સૂચવવામાં આવી છે.

ઓક્સફર્ડ અને બ્રિસ્ટોલની યુનિવર્સિટીઓના સંશોધકોએ પાંચ મુખ્ય પ્રકારની બ્લડ પ્રેશરની દવાઓની અસરોની તપાસ કરતા ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ 16 ટકા ઘટાડી દે છે તેમ જણાયું હતું. તેમણે સમગ્ર વિશ્વમાં 19 રેન્ડમાઇઝ્ડ ક્લિનિકલ ટ્રાયલ્સમાં 145,000 લોકોનો અભ્યાસ કર્યો હતો. સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં 5 mmHg ઘટાડો થવાથી આ સ્થિતિનું જોખમ 11 ટકા ઓછું થાય છે. આ ઘટાડો જીવનશૈલીમાં ફેરફાર અથવા બ્લડ પ્રેશર ઘટાડતી દવાઓ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. યુકેમાં 13.6 મિલિયન લોકો ઉચ્ચ જોખમમાં હોવાનો અંદાજ છે.