બ્રિટનના વડાપ્રધાનન બોરિસ જોન્સન 2025 સુધીમાં યુકેના ક્લાઇમેટ ફાઇનાન્સમાં એક બિલિયન પાઉન્ડનો વધારો કરવાની પ્રતિબદ્ધતા આપશે. COP26 ક્લાઇમેટ સમીટમાં જોન્સન એ વાત પર ભાર મૂકશે તો વૈશ્વિક નેતાઓએ વધતા જતાં તાપમાનને મર્યાદિત કરવાની જાહેરાતોથી આગળ વધીને પગલાં લેવાનું ચાલુ કરવું પડશે.
વૈશ્વિક નેતાઓની સમીટના ઓપનિંગ સેરેમનીમાં પોતાના સંબોધનમાં જોન્સને તમામ દેશોને કોલસાના ઉપયોગ તબક્કાવાર ધોરણે બંદ કરવાનો, ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વેગ આપવાનો અને જંગલોનો નાશ અટકાવવાનો અનુરોધ કરશે. તેઓ ક્લાઇમેટ ફાઇનાન્સ સાથે વિકાસશીલ દેશોને મદદ કરવાનો પણ અનુરોધ કરશે. વિશ્વમાં આ દાયકામાં કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરવા માટે આ પગલાંને હાઇલાઇટ કરવામાં આવશે.