વડાપ્રધાન બોરિસ જ્હોન્સન બ્રેક્ઝિટ વાટાઘાટોમાં પડેલી મડાગાંઠ તોડવાના 11માં કલાકના પ્રયાસ તરીકે યુરોપિયન કમિશનના પ્રમુખ, ઉર્સુલા વોન ડેર લેયન સાથે સામ-સામે શિખર સંમેલન માટે બ્રસેલ્સનો પ્રવાસ કરનાર છે.
વેપાર અને સુરક્ષા સોદા પરના કરારની આશાને જીવંત રાખીને બંને નેતાઓએ એક કલાક સુધી ચાલેલા ફોન કૉલ બાદ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં લાંબા સમયથી રાહ જોવાઇ રહેલી ક્રંચની બેઠક યોજાશે. સંભવીત તારીખો તરીકે બંને પક્ષના સૂત્રોએ બુધવાર તા. 9 અથવા અથવા ગુરૂવાર તા. 10 તરફ નિર્દેશ કર્યો હતો.
યુરોપિયન યુનિયન અને યુકેના અંદરના સુત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે બન્ને નેતાઓ મળશે ત્યારે ઐતિહાસિક વેપાર અને સુરક્ષા સોદો સુરક્ષિત કરવામાં આવશે તેવી કોઈ નિશ્ચિતતા નથી. વાટાઘાટો હજી તે જ સ્થિતિમાં છે જેટલી શુક્રવારે હતી. “અમે કોઈ પ્રગતિ થતી જોઇ નથી. બાબતો ખૂબ જ મુશ્કેલ લાગે છે અને સમાધાનની દરેક તક મુશ્કેલ લાગે છે.”
બ્રેક્ઝિટ ટ્રાન્ઝીશન પીરીયડના અંતને હવે ફક્ત ત્રણ અઠવાડિયા બાકી રહ્યા છે, જ્યારે યુકે કોઈ કરાર સાથે અથવા વગર સિંગલ માર્કેટ અને કસ્ટમ્સ યુનિયન છોડી દેનાર છે. મુખ્ય વાટાઘાટકારો નવ મહિનાની વાટાઘાટો છતાં પણ કાંટાદાર મુદ્દાઓ પર સામાન્ય ઉકેલ શોધવા સંઘર્ષ કરી રહ્યાં છે.
ઉર્સુલા વોન ડેર લેયન સાથેના કૉલ દરમિયાન વડા પ્રધાને મત્સ્યઉદ્યોગથી માંડીને વાજબી હરીફાઈ માટેની જોગવાઈઓ સુધીના મુદ્દાઓ પર ઇયુની માંગ સાથે તેમની મુશ્કેલીઓની રૂપરેખા આપી હતી. એક કલાકથી વધુ સમય પછી વાત કર્યા બાદ જ્હોન્સને બ્રુસેલ્સની યાત્રા કરવા માટે પૂરતુ મેદાન હોવા વિષે તેમના મુખ્ય વાટાઘાટકાર ડેવિડ ફ્રોસ્ટ સહિતના તેમના સહાયકો સાથે પુષ્ટિ કરવા માટે વિરામ માંગ્યો હતો.
હવે ડાઉનિંગ સ્ટ્રીટ મેક-ઓર બ્રેક સમિટની ઘોષણા કરતી બેઠક યોજે તેમ લાગે છે. આ બેઠકમાં ત્રણ નિર્ણાયક મુદ્દાઓ લેવલ પ્લેઇંગ ગ્રાઉન્ડ, ગવર્નન્સ અને મત્સ્યઉદ્યોગ પર ચર્ચા થશે અને મુખ્ય વાટાઘાટકારો અને તેમની ટીમોને આગામી દિવસોમાં બ્રસેલ્સમાં ફેસ ટૂ ફેસ મીટીંગમાં ચર્ચા કરવા માટે બાકી રહેલા તફાવતોની ઝાંખી તૈયાર કરવા જણાવ્યું છે.”
કોઈપણ કરારને બહાલી આપવા બંને પક્ષોને સમયની જરૂર રહેશે. ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું છે કે તે બુધવારે સંભવિત ડીલ બ્રેકીંગ મુવ માટે વિથડ્રોલ એગ્રીમેન્ટને ઓવરરાઇડ કરતા નવા કાયદા પર મતદાન કરશે.
ઇયુના વરિષ્ઠ રાજદ્વારીએ કહ્યું: “પરિણામ હજી અનિશ્ચિત છે, તે હજી પણ બંને રીતે આગળ વધી શકે છે. ઇયુ અને યુકેના નાગરિકો માટે ન્યાયી, ટકાઉ અને સંતુલિત ડીલ પર સહમત થવા માટે ઇયુ વધારાના માઇલ આગળ વધવા માટે તૈયાર છે. યુકેએ આવા સકારાત્મક પરિણામ અથવા નોન-ડીલ પરિણામની વચ્ચે પસંદગી કરવાનું છે.”