વડાપ્રધાન બોરિસ જ્હોન્સને બ્રિટન અને વિશ્વના મુસ્લિમોને ઈદની શુભેચ્છા આપવા એક સંદેશ આપી કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન મુસ્લિમ સમુદાયે આપેલા યોગદાનની સરાહના કરી હતી.
બોરિસ જ્હોન્સને પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ‘’છેલ્લા કેટલાક મહિનાઓ કોઈ પણ વ્યક્તિ માટે સરળ ન હતા, પરંતુ બ્રિટિશ મુસ્લિમોએ પ્રથમ રમજાન અને સામાન્ય રીતે આવા સામાજિક સમયે લોકડાઉન હેઠળ ઘણાં લોકો હજ કરવા ઇચ્છતા હોવા છતાં સંબંધિત પ્રતિબંધોને લીધે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.‘’
તેમણે જણાવ્યું હતું કે ‘’હું કહેવા માંગુ છું કે તમે જે બલિદાન આપ્યાં છે તેના માટે અને તમારા બધા પ્રયત્નો બદલ આપનો આભાર. સામાજિક અંતર દ્વારા જીવન બચાવવામાં મદદ, જરૂરિયાતમંદ લોકોને ઉદારતાથી મદદ કરવી અને તમે જે ખોરાકનુ દાન અને અન્ય સહાય કરો છો તે માટે અભિનંદન. આ રોગચાળા દરમિયાન ઘણા બ્રિટીશ મુસ્લિમો દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી. ડોકટરો, નર્સો અને એનએચએસ સ્ટાફ તરફથી આ સંકટ દરમ્યાન કાળજી રાખવામાં આવી હતી. તેમણે બીજાને પ્રથમ રાખ્યા હતા અને દુર્ભાગ્યે, કેટલાક કિસ્સાઓમાં તો તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. હું અન્ય સેક્ટરના કી વર્કર, શિક્ષકો, પોલીસ, કેર વર્કર્સ અને જેમણે આપણું પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલુ રાખ્યું હતું તેમનો આભાર માનું છું.’’
‘’હવે જ્યારે દરેક વ્યક્તિ ઇદ અલ-અદાની રાહ જોઈ રહ્યા છે, ફરજ અને આત્મ-બલિદાનના ઇસ્લામિક મૂલ્યોની ઉજવણી કરે છે ત્યારે હું તમારી જાતને અને અન્યને સુરક્ષિત કરવામાં સહાય માટે તમને વિનંતી કરું છું કે સામાજિક અંતર જાળવવા સાથે ઉત્તમ કાર્ય ચાલુ રાખો અને તમારા ઘરોમાં મિત્રો અને પરિવારોની સંખ્યા મર્યાદિત રાખો, જો તમારા વિસ્તારમાં કોરોનાવાયરસના કેસ હોય તો ટેસ્ટ એન્ડ ટ્રેસ પ્રોસેસમાં જોડાવ. અલબત્ત ઇદની પ્રાર્થનાઓ સહિત આ ઇદ અલ-અદાની બાબતો જુદી હશે, પરંતુ મને આશા છે કે તમે આ તહેવારોની મજા માણશો અને તમને કેટલીક અતિ ઉત્તમ વસ્તુઓ ખાવાની મળશે. ચાલો હું બધા મુસ્લિમોને, અહીં યુકેમાં, અને વિશ્વભરમાં ઈદ અલ-અદાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ઈદ મુબારક.’’