શુક્રવારે રાજીનામાના નિવેદનમાં, જૉન્સને તેમની સરકારના પતન માટે સુનકને આંશિક રીતે જવાબદાર ગણાવીને સુનકની પ્રીમિયરશિપની ટીકા કરવા આ તકનો ઉપયોગ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે “જ્યારે મેં ગયા વર્ષે પદ છોડ્યું ત્યારે સરકાર ચૂંટણીમાં માત્ર મુઠ્ઠીભર પોઈન્ટ પાછળ હતી. પણ હવે તે અંતર મોટા પાયે વિસ્તર્યું છે. અમારા પક્ષને તેની ગતિની ભાવના અને આ દેશ શું કરી શકે છે તે અંગેની તેની માન્યતાને ફરીથી સમજવાની તાકીદે જરૂર છે.”
જૉન્સન અને તેમના સાથીદાર નાદીન ડોરીસે તેમના પદ પરથી રાજીનામું આપવાનો ઇરાદો જાહેર કરતા હવે તેમના મતવિસ્તાર માટે પેટાચૂંટણી કરાશે. જે વડા પ્રધાન ઋષિ સુનક માટે લીટમસ ટેસ્ટ જેવી બની રહેશે.
તાજેતરના ઓપિનિયન પોલ્સ સૂચવે છે કે સામાન્ય લોકોમાં જૉન્સનની લોકપ્રિયતા નોંધપાત્ર રીતે ઘટી છે.