વડા પ્રધાન બોરિસ જૉન્સન નંબર ટેનની પાર્ટીઓ માટે ખોટુ કર્યું હોવાનું નકારે તેવી અપેક્ષા રખાઇ રહી છે. તેમણે દલીલ કરી હતી કે તેમની હાજરી કાર્યકારી દિવસનો એક ભાગ હતો, જોકે મેટ પોલીસને તેમનો સત્તાવાર પ્રતિસાદ ખાનગી રહેશે. મેટ પોલીસ દ્વારા મોકલવામાં આવેલ પ્રશ્નાવલીના જવાબ આપવા માટે વડાપ્રધાન પાસે શુક્રવાર સુધીનો સમય છે.
બની શકે છે કે આ લોકડાઉનના નિયમ ભંગ બદલ મેટ પોલીસ તેમને ફીક્સ પેનલ્ટી નોટિસ (FPN) જારી કરે અથવા કોઈ કેસ ન હોવાનું તારણ આપી શકે છે.
નંબર 10ના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું હતું કે “અમે જરૂરિયાત મુજબ જવાબ આપીશું. મને લાગે છે કે મેટ પોલીસે એ સ્પષ્ટ કર્યું છે કે તે સાત દિવસમાં શું થયું હતું, તેથી અમે તે જરૂરિયાતનું પાલન કરીશું.’’
મેટ પોલીસે 2020 અને 2021 માં લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટીઓમાં મનાતા ડઝનેક સહાયકો અને સિવિલ સર્વન્ટ્સને પ્રશ્નાવલિ મોકલી છે.
સ્યુ ગ્રેના પ્રારંભિક તારણોના પ્રકાશન પછી, જૉન્સને ડાઉનિંગ સ્ટ્રીટ કલ્ચર માટે માફી માંગી દાવો કર્યો હતો કે તેઓ “તેને ઠીક કરશે”.