વડા પ્રધાન બોરિસ જોન્સન તા. 1ને મંગળવારે પોલેન્ડ અને એસ્ટોનિયાના પ્રવાસ માટે રવાના થયા હતા. જૉન્સન માનવતાવાદી કટોકટીની સંભાવનાનો સામનો કરી રહેલા મધ્ય યુરોપ માટે યુકેના નાણાકીય અને રાજદ્વારી સમર્થનને “અંડરપિન” કરવા પૉલીશ વડા પ્રધાન મેટ્યુઝ મોરાવીકી સાથે બેઠક કરશે. તે પછી તેઓ એસ્ટોનિયામાં નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગ સાથે તાપામાં રશિયન આક્રમણની ફ્રન્ટલાઈન પર રહેલા બ્રિટિશ સૈનિકોને મળવા માટે જોડાશે.
જૉન્સને કહ્યું હતું કે “આજે હું યુક્રેનની વર્તમાન કટોકટીથી તીવ્રપણે પ્રભાવિત પોલેન્ડ અને એસ્ટોનિયાની મુલાકાત લઈશ. અમે એવા મૂલ્યો શેર કર્યા છે જેનું રક્ષણ કરવું પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. માનવતાવાદી પરિસ્થિતિ વધુ ખરાબ થતી જાય છે. અમારા તમામ આંતરરાષ્ટ્રીય સાથીઓની સાથે યુકે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પર મહત્તમ દબાણ લાવવાનું ચાલુ રાખશે.”
જૉન્સન યુરોપીયન સુરક્ષા અને સ્થિરતા અંગે ચર્ચા કરવા એસ્ટોનિયન વડા પ્રધાન કાજા કલ્લાસ અને એસ્ટોનિયન પ્રમુખ અલાર કારિસને પણ મળવાના છે. યુકેના વિદેશ સચિવ લિઝ ટ્રસે સોમવારે હાઉસ ઓફ કોમન્સમાં રશિયા સામે વધુ કડક પ્રતિબંધોની રૂપરેખા આપી હતી.
ટ્રસે સંસદને જણાવ્યું હતું કે 50 ટકાથી વધુ રશિયન વેપાર ડૉલર અથવા સ્ટર્લિંગમાં થાય છે, યુએસ સાથેની સંકલિત કાર્યવાહી વિશ્વ સાથે વેપાર કરવાની રશિયાની ક્ષમતાને નુકસાન કરશે. મે રશિયાની ત્રણ નોટી બેન્કોની સંપત્તી ફ્રીઝ કરીશું.