ટોમ બોવરના બોરિસ જ્હોન્સન અને તેમના પરિવાર વિષેના એક નવા જ જીવનચરિત્ર પુસ્તક ‘બોરિસ જ્હોન્સન – ધ ગેમ્બલર’માં કૌટુંબિક હિંસા અને વિશ્વાસઘાતની વાતો વચ્ચે બોરિસ જ્હોન્સનને એક હારી ગયેલા છોકરો ગણાવી દાવો કરાયો છે કે વડા પ્રધાનના પિતા સ્ટેનલી હિંસક હતા અને તેમણે બોરિસની માતાને માર માર્યો હતો અને તેમનું નાક તોડ્યું હતું.
ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ ટોમ બોવરના આગામી પુસ્તકના દાવા મુજબ, 1970ના દાયકામાં બનેલી આ કથિત ઘટનાને કારણે બોરિસની માતાને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી હતી. પુસ્તકમાં, 78 વર્ષીય શાર્લોટ જ્હોન્સન વાહલ કહે છે કે તે “સત્ય કહેવા માંગે છે” અને દાવો કરે છે કે સ્ટેનલી જ્હોન્સન સાથેનું તેનું લગ્ન હિંસક અને નાખુશ હતું. 1974માં તેણીને નર્વસ બ્રેકડાઉનનો સામનો કરવો પડતા સાઉથ લંડનની મૌડ્સલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે માનસિક સ્વાસ્થ્ય સંભાળમાં વિશેષતા ધરાવે છે અને આઠ મહિના માટે તેઓ આઇસોલેટ થઈ ગયા હતા.
પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના માતાપિતાના આ સંબંધોએ યુવાન બોરિસને “એકલતા” તરફ ધકેલ્યો હતો. ધ ગેમ્બલર, જે ધ મેઈલ ઓન સન્ડેમાં સિરિયલાઇઝ્ડ થઈ રહી છે. રવિવારે બોરિસના કૌટુંબિક મિત્રોએ ધ મેઇલ પર આરોપ લગાવ્યો હતો કે આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે તે ઓબ્સેસિવ કમ્પલ્સીવ ડીસોર્ડરથી પીડાતી હતી. 80 વર્ષના સ્ટેનલીએ પોતાનો જવાબ આપ્યો નથી.’’
બોરિસના માતાપિતાએ ઘોષણા કરી હતી કે તેઓ 1978ના ઉનાળામાં છૂટાછેડા લેનાર છે ત્યારે બોરીસ ઇટનમાં પ્રથમ વર્ષમાં હતા. પુસ્તકમાં દાવો કરાયો છે કે સ્ટેનલી અને શાર્લોટ જ્હોન્સનના મુશ્કેલીગ્રસ્ત લગ્નની અસરો પછી વડા પ્રધાનના પરિવારજનો પીડાય છે. સ્ટેનલીના 79માં જન્મદિવસે ગયા વર્ષે બોરીસ અને તેમની પ્રથમ પત્ની મરીના વ્હીલરના ચાર બાળકો 26 વર્ષની લારા, 24 વર્ષનો મિલો, 22 વર્ષની કેસિ અને 20 વર્ષનાં થિયોએ ચેકર્સ ખાતે કુટુંબના મિલન – પાર્ટીનુ આમંત્રણ નકાર્યું હતું. માતા મરીના સાથે પિતાએ છૂટાછેડા લીધા બાદ ચારેય બાળકોએ પિતા બોરિસ સાથે વાત કરવાનો પણ ઇનકાર કર્યો હતો. પર્યાવરણ વિશેની જાહેર સભામાં વડા પ્રધાનની નવી મંગેતર કેરી સાયમન્ડ્સ સાથે હાજર થવા બદલ તેઓ દાદા સ્ટેનલી ઉપર પણ ગુસ્સે હોવાનું કહેવાય છે.
વડા પ્રધાનની પૂર્વ પત્નીઓ, શ્રીમતી વ્હીલર અને એલેગ્રા મોસ્ટિન-ઓવેનને ટાંકીને બોવરે જણાવ્યું હતું કેવડાપ્રધાન વ્યભીચાર બાબતે તેમના પિતાના પગલે ચાલ્યા હતા. પત્રકાર પેટ્રોનેલા વ્યાટ સાથેના અફેર પછી, બોરિસે પત્ની મરીનાને તેમના જીવનની બધી બચત સોંપી દઇ બાંયધરી આપી હતી કે તેઓ અફેરનો અંત લાવશે. આ જીવનચરિત્રમાં બોરીસના જેનિફર આર્ક્યુરી સાથેના કથિત અફેરની વિગતો પણ આપવામાં આવી છે.