નેક્સ્ટ અને વિલ્કો પછી હાઈ સ્ટ્રીટ જાયન્ટ અને ફાર્માસિસ્ટ બુટ્સે પોતાના 300 સ્ટોર્સ બંધ કરવાની યોજના જાહેર કરી છે. તે પૈકી 13 સ્ટોર્સ નવેમ્બર પહેલાં બંધ કરશે. આમ કંપની તેના સ્ટોર્સની સંખ્યા 2,200થી ઘટાડીને 1,900 પર લઇ જશે.
કંપનીએ કહ્યું છે કે સ્ટોર્સ ઘટાડવાની યોજના હોવા છતાં કોઈ સૂચિત રિડન્ડન્સી કરાશે નહિં અને બંધ દુકાનોના સ્ટાફને નજીકની દુકાનોમાં ગોઠવવાનો ઇરાદો ધરાવે છે. છ સ્ટોર્સ બંધ થવાનું કારણ નાણાકીય લક્ષ્યાંક પૂરા ન થવાનું છે.