હાઈ સ્ટ્રીટ ફાર્માસિસ્ટ અને રિટેલર જાયન્ટ બૂટ્સે સમગ્ર બ્રિટનમાં આવેલા અને હાલમાં ખોટ કરી રહેલા તેના 300 સ્ટોર્સ બંધ કરવાની જાહેરાત કરી છે. તેઓ શાખાઓની સંખ્યા 2,200થી ઘટાડીને 1,900 સ્ટોર્સ સુધી કરશે. કંપની લગભગ 52,000 લોકોને રોજગારી આપે છે અને આ જાહેરાતના કારણે હજારો નોકરીઓ જોખમમાં છે.
અન્ય શાખાઓની નજીક આવેલા સ્ટોર્સને બંધ કરીને કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ હોવાનું નોંધાયું છે. બૂટની પેરન્ટ કંપની, વોલગ્રીન્સ બૂટ એલાયન્સના વૈશ્વિક મુખ્ય નાણાકીય અધિકારી જેમ્સ કેહોમે ગઈકાલે વિશ્લેષકોને કહ્યું હતું કે ‘’અમે અમારા સ્થાનો અને શરૂઆતના કલાકોને ઑપ્ટિમાઇઝ કરવાનું ચાલુ રાખીશું અને યુકેમાં વધારાના 300 સ્થાનો અને યુએસમાં 150 સ્થાનો બંધ કરવાની અપેક્ષા રાખીએ છીએ.’’