જોઇન્ટ કમિટિ ઓન વેક્સિનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન્સના સભ્ય પ્રોફેસર એડમ ફિને જણાવ્યું હતું કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે બૂસ્ટર જેબ ખૂબ જ અસરકારક છે. આવા લોકોને વધારાની રસી આપવાથી ઉપયોગી હેતુ સર થાય છે. જેસીવીઆઈ આગામી સપ્તાહમાં અમુક લોકો માટે બૂસ્ટર ડોઝ આપવા માટે માન્યતા આપે તેવી અપેક્ષા છે.
ફિને રેડિયો 4 પર ટુડેને જણાવ્યું હતું કે ‘’40 ટકા ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ્ડ લોકોમાં તંદુરસ્ત પુખ્ત વયના લોકો કરતા એન્ટિબોડીનો પ્રતિભાવ ઓછો હોય છે. તે ખૂબ જ ઉપયોગી છે કે આપણે તે શોધવાની જરૂર છે કે રસીનો વધારાનો ડોઝ મેળવવાની પ્રાથમિકતા ધરાવતા લોકો કોણ છે. આ તબક્કે જૂથ તમામ વૃદ્ધ લોકો માટે બુસ્ટર્સ જેબની ભલામણ કરે તેવી શક્યતા નથી. અન્ય અભ્યાસો ગંભીર બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવા સામે સારા રક્ષણની અસર દર્શાવે છે. જો કે જે લોકો પાસે બે ડોઝ છે તેઓ હજુ પણ ગંભીર બીમારી સામે ખૂબ સારી રીતે સુરક્ષિત છે, જે અમારો મુખ્ય ઉદ્દેશ છે. જેસીવીઆઈ વધુ પુરાવા એકત્ર થયા પછી વૃદ્ધો માટે બુસ્ટર્સની ભલામણ કરી શકે છે.”
1.2 મિલિયન એપ્લિકેશન યુઝર્સના પરિણામો પર આધારિત ઝોનું તાજેતરનું વિશ્લેષણ સૂચવે છે કે ફાઇઝર રસી બીજા ડોઝના એક મહિના પછી ચેપ સામે 88 ટકા રક્ષણ આપે છે. પરંતુ તે રક્ષણ પાંચથી છ મહિના પછી 74 ટકા થઈ જાય છે. એસ્ટ્રાઝેનેકા રસીના પહેલા ડોઝ પછીના મહિનામાં રક્ષણ 77 ટકાથી ઘટી જાય છે. બીજા ડોઝના ચારથી પાંચ મહિના પછી તેની અસરકારકતા 67 ટકા થઈ જાય છે. જો કે રસીઓ ડેલ્ટા વેરિઅન્ટ સામે સારી રીતે કામ કરી રહી છે અને ગંભીર રોગને ઘટાડી રહી છે. વાજબી ખરાબ પરિસ્થિતિમાં વૃદ્ધો અને હેલ્થ કેર કામદારોને શિયાળા સુધીમાં 50 ટકાથી નીચે સુરક્ષા મળી શકે છે.
નવ લોકોમાંના એકને બીજી કોવિડ રસી અપાયાના ચાર અઠવાડિયા પછી તેમના લોહીના પ્રવાહમાં કોઈ એન્ટિબોડીઝ જણાયા નહોતા. જો કે તેમણે ટી-સેલ્સનું તંદુરસ્ત સ્તર ઉત્પન્ન કર્યું હતું, જે સૂચવે છે કે રસી તેમને થોડી સુરક્ષા આપે છે.