વિશ્વની પ્રથમ કોવિડ-19 વેકસીન બૂસ્ટર સ્ટડી યુકેમાં લોન્ચ કરાઇ છે અને યુકેમાં જુદી જુદી કોવિડ-19 ‘બૂસ્ટર’ રસીઓ માટે સરકાર દ્વારા અપાયેલા ફંડથી ક્લીનીકલ ટ્રાયલ શરૂ કરાશે. બૂસ્ટર પ્રોગ્રામ માટેની યોજનાઓની જાણકારી આગામી સપ્ટેમ્બરમાં સાત રસીઓના પ્રારંભિક પરિણામો બાદ જાહેર કરવામાં આવશે.
હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોક દ્વારા જૂન માસના પ્રારંભમાં જી7 હેલ્થ મિનીસ્ટરની બેઠકમાં ક્લિનિકલ ટ્રાયલ્સના એજન્ડા ઓક્સફર્ડમાં જાહેર કરાશે. હેનકોકે જાહેરાત કરી છે કે કુલ 2,886 દર્દીઓને જૂનના પ્રારંભથી નવા ક્લિનિકલ ટ્રાયલમાં કોવિડ-19ની બૂસ્ટર રસી આપવામાં આવશે.
યુનિવર્સિટી હોસ્પિટલ સાઉધમ્પ્ટન એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેતૃત્વ હેઠળના વેક્સીન્સ ટાસ્કફોર્સ દ્વારા સરકારના £19.3 મિલિયનના ભંડોળ થકી કોવ-બૂસ્ટ સ્ટડીઝ દ્વારા સાત રસીઓનો ટ્રાયલ કરાશે. દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ પર વેક્સીનના આ ત્રીજા બુસ્ટર ડોઝની કેવી અસર થાય છે તેનો ટ્રાયલ કરી મહત્વપૂર્ણ ડેટા મેળવનાર યુકે વિશ્વનો પહેલો દેશ બનશે.