કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ સામે કોવિડ વેક્સિનના બે ડોઝ પૂરતા નથી અને આ ઝડપી સ્વરૂપ બદલતા આ વેરિન્ટને અટકાવવા માટે બૂસ્ટર ડોઝ જરૂરી છે, એમ બ્રિટનના એક અભ્યાસમાં જણાવાયું છે.
યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા આ અભ્યાસમાં જણાવાયું છે કે વેક્સિનના બે ડોઝ ડેલ્ટા વેરિયન્ટ કરતાં ઓમિક્રોન સામે ઓછા અસરકારક છે. ઓમિક્રોનનના લક્ષણો ધરાવતા લોકોમાં બે ડોઝ અપૂરતા રહ્યાં છે. બીજી તરફ બૂસ્ટર ડોઝના પ્રારંભિક સમયગાળામાં 75 ટકા જેટલી મધ્યસરની કે ઊંચી અસરકારતા જોવા મળી છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિમ્પટોમિક ઇન્ફેક્શન સામે વેક્સિનની અસરકારકતા અંગેના પ્રારંભિક અંદાજમાં જણાયું છે કે ડેલ્ટા કરતાં ઓમિક્રોનમાં નીચી વેક્સિન અસરકારતા છે. જોકે બુસ્ટર ડોઝ પછી ઓમિક્રોન સામે 70થી 75 ટકા જેટલી મધ્યમસરથી ઊંચી અસરકારતા જોવા મળી છે.
યુકેમાં ઓમિક્રોનના વધુ 448 કેસ બાદ આ અભ્યાસ જારી કરવામાં આવ્યો છે. આની સાથે ઓમિક્રોનનના કુલ કેસની સંખ્યા વધીને 1,265 થઈ છે.
રીપોર્ટમાં જણાવ્યા અનુસાર આ વિશ્લેષણ મર્યાદિત ડેટા આધારિત છે, પરંતુ ઓક્સફોર્ડ-એસ્ટ્રેઝેનાકા વેક્સિનની અસરકારતામાં નાટકીય ઘટાડો અને ફાઇઝરના બે ડોઝમાં વેક્સિનની અસરકારકતામાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. અગાઉનના વેરિયન્ટની સરખામણીમાં બુસ્ટર ડોઝ બાદ આશરે 75 ટકા રક્ષણ ઊચું નથી. મોડર્ના અને જેનસેન વેક્સિનના વિશ્લેષણ માટે પૂરતા ડેટા નથી, પરંતુ તેમાં અલગ તારણ આવે તેવું માનવાનું કોઇ કારણ નથી.