દુઃખ, નુકસાન અને યુદ્ધના વારસાને સ્પર્શતુ પુસ્તક ‘ધ પાથ ઓફ પીસ: વૉકિંગ ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ એ એન્થનીના મહાકાવ્યની અસાધારણ વાર્તા છે. યાદ રાખવાની એક અવિસ્મરણીય ક્રિયા અને જીવનમાં સૌથી વધુ મહત્ત્વની બાબતની વિજયી પુનઃશોધ છે.
આ પુસ્તકમાં કાયમી ઘર, પત્ની કે નોકરી વિના, અને પોતાનું જીવન ક્યાં જઈ રહ્યું છે તેની કોઈ સ્પષ્ટ સમજ વિના, એન્થની સેલ્ડન ફ્રેન્ચ-સ્વિસ સરહદથી ઇંગ્લિશ ચેનલ સુધી 35 દિવસની તીર્થયાત્રા પર નીકળ્યા તેની રજૂઆત કરાઇ છે. તેમના 1,000 કિલોમીટરના પ્રવાસનો માર્ગ પ્રથમ વિશ્વ યુદ્ધના યુવાન બ્રિટિશ સૈનિક, એલેક્ઝાંડર ડગ્લાસ ગિલેસ્પી દ્વારા પ્રેરિત હતો, જેમણે ‘વાયા સેક્રા’ બનાવવાનું સ્વપ્ન જોયું હતું. દુ:ખદ રીતે, ગિલેસ્પી એક્શનમાં માર્યા ગયા હતા અને તેમનું આ વિઝન સો વર્ષ માટે ભૂલાઇ ગયું હતું. પરંતુ ઇંગ્લેન્ડની સૌથી જૂની શાળાઓમાંની એકના આર્કાઇવમાંથી આ તકની શોધીને એન્થનીએ તેને સ્વરૂપ આપ્યું છે.
આ પુસ્તકમાં વેસ્ટર્ન ફ્રન્ટના ઐતિહાસિક માર્ગને શોધીને, તેમણે યુરોપના કેટલાક સૌથી સુંદર અને ઉત્તેજક દૃશ્યો, વોસગેસ, આર્ગોન અને શેમ્પેઈનથી માંડીને અરાસ, સોમે અને યેપ્રેસની ભૂતિયા ખાઈ સુધીનો પ્રવાસ કર્યો તેની માહિતી રજૂ કરાઇ છે. રસ્તામાં તેમણે આકરી ગરમીનો થાક, કૂતરૂ કરડવાથી લઇને અળાઇઓ થવા સુધીની તકલીફોનો ભોગ બનવા ઉપરાંત આંતરિક શાંતિનો અનુભવ પણ કર્યો હતો.
પુસ્તક પરિચય
સર એન્થની સેલ્ડન એક શિક્ષક, ઇતિહાસકાર, લેખક અને ટીકાકાર છે. 40થી વધુ પુસ્તકોના લેખક અને રીસર્ચરોની બટાલિયન ધરાવતા પ્રખ્યાત સેલ્ડનના જોરદાર સંપર્કો છે. તેઓ રોયલ શેક્સપિયર કંપનીના ડિરેક્ટર અને નેશનલ આર્કાઈવ્સ ટ્રસ્ટના અધ્યક્ષ છે. તેઓ સમકાલીન ઇતિહાસ, રાજકારણ અને શિક્ષણ પર ચાલીસથી વધુ પુસ્તકોના લેખક અથવા સંપાદક છે, જેમાં ધ ઇમ્પોસિબલ ઓફિસ?, મે એટ 10 અને બ્લેર અનબાઉન્ડનો સમાવેશ થાય છે.
પુસ્તક સમિક્ષા
- ‘ધ વેસ્ટર્ન ફ્રન્ટ વે, એક વિચાર છે જેણે તેની આ ક્ષણ માટે 100 વર્ષ રાહ જોઈ હતી, તે મહાન યુદ્ધની વેદના માટે હજુ સુધી સૌથી સરળ અને યોગ્ય સ્મારક છે. એન્થની સેલ્ડનનું આ પુસ્તક યુવા પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે.’ – સેબેસ્ટિયન ફોક્સ
- ‘સ્વ-શોધની યાત્રા અને શાંતિની તીર્થયાત્રા… એક અદ્ભુત વ્યક્તિનું અદ્ભુત પુસ્તક – માઈકલ મોરપુરગો.
- ‘એક અતુલ્ય પ્રવાસ જે આગળ વધશે અને પ્રેરણા આપશે – બેર ગ્રિલ્સ
- ‘સમયસર, માર્મિક અને જુસ્સાદાર. સેલ્ડન કુશળતાપૂર્વક ઐતિહાસિક તથ્યો સાથે વ્યક્તિગત વણાટ કરે છે. – કાત્યા એડલર
- ‘એક ભૂતિયા, તીવ્ર, આનંદપ્રદ અને યાદગાર પુસ્તક છે – ટ્રિસ્ટન ગૂલી
- ‘એક ચમકદાર પ્રવાસ… શાંતિનો માર્ગ – એ એક સુંદર અને ઉદાર ભેટ છે – ઓલિવેટ ઓટેલે
‘ધ પાથ ઓફ પીસ: વૉકિંગ ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ પુસ્તકને 5 માંથી 3.1 સ્ટારનું રેટીંગ મળેલું છે.
Book: The Path of Peace: Walking the Western Front Way
Author: Anthony Seldon
Publisher : Atlantic Books
Price: £20.00