ટ્રાન્સલેટીંગ માયસેલ્ફ એન્ડ અધર્સ એ પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા લેખિકા ઝુમ્પા લાહિરીના નિખાલસ અને મનનીય અંગત નિબંધોનો સંગ્રહ છે, જે બે ભાષાઓમાં અનુવાદક તરીકેની તેમની કાબેલિયત તેમજ લેખક તરીકેની તેમની ઉભરતી ઓળખને પ્રતિબિંબિત કરે છે.
સૂક્ષ્મતા અને ભાવનાત્મક નોંધ સાથે, લાહિરી લેખન અને અનુવાદ વચ્ચેના તફાવતને શોધવા માટે ‘ઓવડી’સ મીથ ઓફ એકો એન્ડ નાર્સિસસ’ની પૌરાણિક કથા પર ધ્યાન દોરે છે, અને લેખન, ઇચ્છા અને સ્વતંત્રતા વિશે વધુ વ્યાપક રીતે વાત કરવા માટે એરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રના ફકરાઓનું નજીકથી વાંચન રજૂ કરે છે. તેણી એન્ટોનિયો ગ્રામસીની ‘જેલ નોટબુક્સ’માંથી અનુવાદની થીમ શોધી કાઢે છે અને અનુવાદ લેખક તરીકે ઇટાલો કેલ્વિનોની લોકપ્રિયતાનો પ્રશ્ન ઉઠાવે છે. લાહિરી પોતાની કૃતિને ઇટાલિયનમાંથી ઇગ્લિશમાં અનુવાદિત કરવાનો અનોખો પડકાર ઝીલી લે છે.
મૂળ ઇટાલિયનમાં લખાયેલા અને ઇગ્લિશમાં પ્રથમ વખત પ્રકાશિત થયેલા નિબંધો, તેમજ ઇગ્લિશમાં લખેલા નિબંધોને ટ્રાન્સલેટીંગ માયસેલ્ફ એન્ડ અધર્સમાં સરસ રીતે રજૂ કરાયા છે. ભાષાકીય અને વ્યક્તિગત રૂપાંતર બંનેના ઉત્કૃષ્ટ કાર્ય તરીકે અનુવાદની કળા લાહિરી દ્વારા રજૂ કરાઇ છે.
- અનુવાદકોને વધુ ઓળખ આપવા માટે વર્તમાન અભિયાનમાં લાહિરીનો અવાજ મજબૂત છે. અનુવાદની મુશ્કેલીઓ વિશે તેણીની નિખાલસતા અને તેના પુરસ્કારો માટેનો તેણીનો ઉત્સાહ સવિશેષ રીતે નજરે પડે છે. – કેમિલા બેલ-ડેવિસ, ફાયનાન્સિયલ ટાઈમ્સ
- ઇટાલિયન શીખવાના અનુભવના સંસ્મરણો ઉત્કટ અને સૂઝ સાથે વર્ણવવામાં આવ્યા છે. – ગ્રેગરી કાઉલ્સ, ન્યૂ યોર્ક ટાઇમ્સ
- ટ્રાન્સલેટીંગ માયસેલ્ફ એન્ડ અધર્સ – બુદ્ધિશાળી, સંવેદનશીલ અને ઊંડે માનવીય જિજ્ઞાસાનું ચિત્ર રજૂ કરે છે. પ્રેરણાદાયી છે. – જેમ્સ કિડ, સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ.
- સ્વ-અનુવાદ પર લાહિરીના વિચારોમાં ઘણો આનંદ જોવા મળે છે. ટ્રાન્સલેટીંગ માયસેલ્ફ એન્ડ અધર્સ – એ માત્ર અનુવાદ માટે જ નહીં, પરંતુ સમગ્ર સાહિત્યિક વિવેચન માટેનો પ્રેમ પત્ર છે.” – માલવિકા પ્રસીદ, શિકાગો રિવ્યુ ઓફ બુક્સ.
- આ સરસ અને અલગ પુસ્તક જીવન અને પ્રેમથી છલકાય છે. – જ્હોન સેલ્ફ, ધ ઓબ્ઝર્વર ન્યૂ રિવ્યુ.
- કાવ્યાત્મક. – ન્યુ યોર્ક મેગેઝિન.
- ટ્રાન્સલેટીંગ માયસેલ્ફ એન્ડ અધર્સ એ પોતાના શબ્દો પસંદ કરવાના દેખીતી રીતે સરળ કાર્યના પરિણામો વિશે છે. – બેન્જામિન મોઝર, ન્યૂ યોર્ક ટાઇમ્સ.
- લાહિરીના અવલોકનો જેટલાં વિપુલ પ્રમાણમાં છે તેટલા જ તે જ્ઞાનવર્ધક છે. – જુલિયાના ઉકિયોમોગ્બે, એલે.
લેખક વિષે
ઝુમ્પા લાહિરી પ્રિન્સટન યુનિવર્સિટીમાં ક્રિએટીવ રાઇટીંગ અને સાહિત્યિક અનુવાદ શીખવે છે, જ્યાં તેઓ ક્રિએટિવ રાઇટિંગ પ્રોગ્રામના ડિરેક્ટર છે. ઇંગ્લિશ અને ઇટાલિયન બંને ભાષાના લેખિકા છે અને તેઓ પુલિત્ઝર પુરસ્કાર જીતનાર ‘ઇન્ટરપ્રિટર ઓફ મેલેડીઝ’ પુસ્તકના લેખક છે અને ધ પેંગ્વિન બુક ઑફ ઇટાલિયન શોર્ટ સ્ટોરીઝના સંપાદક છે. તેમણે ડોમેનિકો સ્ટારનોનની ત્રણ ઇટાલિયન નવલકથાઓનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
આ પુસ્તકને 5માંથી 4.1નું સ્ટાર રેટિંગ મળેલું છે.
Book: Translating Myself and Others
Author: Jhumpa Lahiri
Publisher : Princeton University Press
Price: £ £16.99