યુકેના સરેના રનીમીડના વર્જીનીયા વોટર ખાતે વસતા જાણીતા ઑન્ટ્રપ્રુનર દિનેશ ધામીજાએ સમગ્ર વિશ્વમાં વસતા 30 મિલિયનના મજબૂત ભારતીય ડાયસ્પોરાને અને ખાસ કરીને યુકેમાં વસતા લોકોને માતૃભૂમિ ભારતમાં રોકાણ કરવા અપીલ કરતું પુસ્તક ‘ધ ઈન્ડિયન સેન્ચ્યુરી’ લખ્યું છે.

તેઓ કહે છે કે તેમણે ઑક્ટોબર 2022માં ભારતીય રોકાણમાં “થોડા પૈસા

દિનેશ ધામીજા

” નાખ્યા હતા અને માર્ચ 2024 સુધીમાં તેઓ 37 ટકા વળતર મેળવી ચૂક્યા છે. તેઓ યુકેમાં વસતા ભારતીય મૂળના 2.5 મિલિયન લોકોને તેમના ઉદાહરણને અનુસરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. બ્રોકર્સ દ્વારા અથવા ભારતમાં કંપનીઓમાં સીધું રોકાણ કરી શકાય છે. વિદેશી લોકોના રોકાણોએ જ ચીનની અર્થવ્યવસ્થાને બદલવામાં મદદ કરી હતી. તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની “મેક ઇન ઇન્ડિયા” નીતિને સાથે પણ સંમત થયા હતા.

ધામીજા ભારતીય પ્રણાલીની ટીકા નથી કરતા પણ કહે છે કે સંભવિત રોકાણકારોને દૂર રાખતી સમસ્યાઓને ભારતમાં રહેતા ભારતીયોએ જ ઉકેલવાની જરૂર છે. તેમ થશે તો વિદેશી રોકાણમાં $100 બિલિયનને બદલે, આંકડો $500 બિલિયનની નજીક હશે. યુકે અને ભારત સરકારના મુક્ત વેપાર કરારને કારણે યુકેમાં 300,000 નવી નોકરીઓ અને ભારતમાં એક મિલિયન નવી નોકરીઓનું સર્જન થશે.

વિશ્વ બેંક અનુસાર, ભારતની અર્થવ્યવસ્થાનું હાલનું $3.7 ટ્રિલિયનનુ મૂલ્ય 2030 સુધીમાં વધીને $7 ટ્રિલિયનનુ મૂલ્ય થઈ જશે. ‘બ્લેક’ અર્થતંત્રને ધ્યાનમાં લેવામાં આવે તો સાચો આંકડો $10 ટ્રિલિયનનો હશે. જ્યારે માથાદીઠ આવક $2,200થી વધીને $4,000 થઈ જશે.

ડેલોઈટની ધારણા મુજબ ભારત 2047માં $17 ટ્રીલીયન ડોલરનું અને PwC અને EYની કન્સલ્ટન્સી મુજબ ભારત $26 ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બની જશે. કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) આ $35થી $45 ટ્રીલીયનનો અંદાજ રાખે છે.

પુસ્તક ‘ધ ઈન્ડિયન સેન્ચ્યુરી’ દ્વારા લેખક દિનેશ ધામીજાએ વૈશ્વિક મહાસત્તાના ઉદયનું અનાવરણ રજૂ કર્યું છે જેમાં 21મી સદીના આર્થિક પાવરહાઉસ બનવા માટે ભારતના સમૃદ્ધિના માર્ગને પ્રકાશિત કર્યો છે. આર્થિક અનિશ્ચિતતાઓથી ઝઝૂમી રહેલા વિશ્વમાં સળગતા પ્રશ્નોનો જવાબ આપ્યો છે અને ઉભરતી તકોના ગતિશીલ લેન્ડસ્કેપમાં નેવિગેટ કરવા માંગતા વૈશ્વિક નાગરિકોની ચિંતાઓને સંબોધિત કરી છે.

તેમણે ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને બિઝનેસીસને સૌથી મોટી તકો ક્યાં છે તે બતાવ્યું છે. નિર્માણમાં ઇતિહાસનો ભાગ બનવાની તકનો લાભ આપતું પુસ્તક ‘ધ ઈન્ડિયન સેન્ચ્યુરી’ મૂડીકરણ કરવા માટેની જાણે કે માર્ગદર્શિકા છે.

લેખક પરિચય:

દિનેશ ધામીજા 2019માં સ્ટ્રાસબર્ગમાં લિબરલ ડેમોક્રેટ્સ મેમ્બર ઓફ યુરોપિયન પાર્લામેન્ટ (MEP) હતા અને ઈન્ડિયા ડેસ્કના વડા તરીકે સેવા આપતા હતા. ધામીજાનો જન્મ 1950માં ઓસ્ટ્રેલિયામાં વરિષ્ઠ ભારતીય રાજદ્વારી પિતાને ત્યાં થયો હતો. તેમણે કિંગ્સ સ્કૂલ, કેન્ટરબરી અને પછી 1971-1974 દરમિયાન કેમ્બ્રિજની ફિટ્ઝવિલિયમ કૉલેજમાં ઑરિએન્ટલ સ્ટડીઝ અને લોનો અભ્યાસ કર્યો હતો. તેઓ ફિટ્ઝવિલિયમના “બેનિફેક્ટર ફેલો” તરીકે ચૂંટાયા હતા અને તેમણે કૉલેજની ક્ષમતા વધારવા £1 મિલિયનની ભેટ આપી છે.

સ્વર્ગસ્થ સસરા, ભારતના સશસ્ત્ર દળોના વડા જનરલ ઓમ પ્રકાશ મલ્હોત્રાથી પ્રેરાઇને ધીમીજાએ દિલ્હી નજીક સ્થાપેલી સંસ્થા ‘ચિકિત્સા’ ગુડગાંવ અને આસપાસના 15 ક્લિનિક્સ દ્વારા 120,000 લોકોને મફત દવા પૂરી પાડે છે. તો અન્ય સખાવતી સંસ્થા ‘શિક્ષા’ ત્રણ શાળામાં બાળકોને મફત શિક્ષણ પૂરું પાડે છે.

ઓનલાઈન ટ્રાવેલ બુકિંગ વિકસાવવાની દૂરંદેશી દાખવનાર દિનેશ ધામીજાએ પોતાની ટ્રાવેલ એજન્સી ઈબુકર્સ £247 મિલિયનમાં વેચી હતી.

Book: The Indian Century

Author: Dinesh Dhamija

Publisher: ‎ Finitio Publishing

Price: £19.99

LEAVE A REPLY