‘ધ સસ્પેક્ટ: કાઉન્ટરટેરરીઝમ, ઇસ્લામ એન્ડ ધ સિક્યુરીટી સ્ટેટ’ પુસ્તક બ્રિટનમાં મુસ્લિમોના મન પર પોલીસિંગ અને આતંકવાદનો સામનો કરવાની કિંમત અને તેની સ્થિતિ વિશે વિશદ માહિતી રજૂ કરે છે. બ્રિટીશ કાઉન્ટર ટેરરીઝમ પ્રેક્ટીસ અને મુસ્લિમોના પોલીસિંગ પર બે દાયકાની બ્રિટિશ અસર વિશે માહિતી આપી તેઓ પોતાના અનુભવોનો નીચોડ આપે છે.
રિઝવાન સાબીર દ્વારા આ પુસ્તકમાં શંકાસ્પદ આતંકવાદ માટે તેમની શા માટે ધરપકડ થઈ હતી, તેની અટકાયતનો સમય, કસ્ટડીમાંથી છૂટ્યા બાદ તેના પર રખાયેલી દેખરેખ, રોડ સાઇડે કરાતા સ્ટોપ અને સર્ચ, સરહદ પર અટકાયત, પોલીસ અને સરકારી વિભાગો દ્વારા દેખરેખ, અને યુકેના સૈન્ય દ્વારા તેમની સોયકોલોજીકલ વોરફેર યુનિટમાં ભરતી કરવાના પ્રયાસ વિષેની માહિતી જણાવાઇ છે.
પોતાના અનુભવોની માનસિક સ્વાસ્થ્ય પર થયેલી આઘાતજનક અસરો વિશે સૌપ્રથમવાર જાહેરમાં લખતાં, સાબીર દલીલ કરે છે કે આ હાનિકારક પરિણામો સરકારી આયોજનની ભૂલોનું પરિણામ નથી, પરંતુ આતંકવાદ અને મુસ્લિમો સામે લડવા માટેના કાઉન્ટર ઇનસર્જન્સી વટરફેર એપ્રોચનું પરિણામ છે. આ નીતિઓ અને પ્રથાઓના અન્યાયનો પ્રતિકાર કરવા માટે, આપણે આપણા જીવંત અનુભવોને કેન્દ્રમાં રાખીને એકતા અને સમર્થનનું નેટવર્ક બનાવવાની જરૂર છે.
પુસ્તક પ્રતિભાવ
- સાબીરનું લેખન સ્પષ્ટતા અને વાક્છટા સાથે બતાવે છે કે સમુદાયો કેવી રીતે તે સંઘર્ષનો પ્રતિકાર કરી શકે છે અને લડત આપી શકે છે. અવાજ ઉઠાવવા અને રાજ્યની હિંસાનો સામનો કરવા માટે ધીરજ રાખવા બદલ આભાર’ – લોકી, કવિ અને રેપર
- ‘એક ઇન્સ્ટન્ટ ક્લાસિક. અન્ય કોઈ પુસ્તક બ્રિટિશ રાજ્યની હિંસાની આઘાતજનક અસરોને વધુ શક્તિ અથવા સ્પષ્ટતા સાથે રજૂ કરતું નથી. અન્યાયનો પ્રતિકાર કરવા અને તેને દૂર કરવા માટે સાબીરનો સંઘર્ષ એક પ્રેરણારૂપ છે’ – અરુણ કુંદનાની, ‘ધ મુસ્લિમ આર કમિંગ! ઇસ્લોમોફોબિયા, એક્સટ્રીમીઝમ એન્ડ ધ ડોમેસ્ટિક વોર ઑન ટેરર’ના લેખક.
- રિઝવાન તેના પોતાના દુ:ખદ અનુભવ દ્વારા કેવું દેખાતું હતું તેનું આકર્ષક વિરામ પ્રદાન કરે છે’ – ઓમર સુલેમાન, સ્કોલર અને સિવિલ રાઇટ લીડર, લેખક અને જાહેર વક્તા.
- ‘આતંકવાદ વિરોધી નીતિ દ્વારા જનરેટ થયેલા ગહન આઘાત, સામાજિક નુકસાન અને માનવીય ખર્ચનો એક કાચો, આકર્ષક હિસાબ’ — પ્રોફેસર જો સિમ, લિવરપૂલ જોન મૂર્સ યુનિવર્સિટીટ
લેખક પરિચય
રિઝવાન સાબીર યુકેની લિવરપૂલ જ્હોન મૂર્સ યુનિવર્સિટીમાં ક્રિમિનોલોજીના લેક્ચરર છે. તેમનું સંશોધન બ્રિટિશ વિરોધી આતંકવાદની તપાસ પર કેન્દ્રિત છે. પોતાના પોસ્ટ ગ્રેજ્યુએટ રીસર્ચ માટે ડાઉનલોડ કરેલ અલ-કાયદા ટ્રેઇનીંગ મેન્યુઅલ તેમની પાસેથી મળી આવતાં શંકાસ્પદ આતંકવાદ માટે તેમની ખોટી રીતે ધરપકડ કરાઇ હતી. તેઓ શેડો હોમ સેક્રેટરી, યુનાઇટેડ નેશન્સ, સિવિલ સોસાયટી અને સામુદાયિક જૂથો તેમજ વકીલોને બ્રિફિંગ કરવા ઉપરાંત, ‘બીબીસી ન્યૂઝ’, ‘સ્કાય ન્યૂઝ’, અને અલ-જઝીરા’ સહિત વિવિધ મીડીયામાં વિશ્લેષણ અને ટિપ્પણી આપે છે.
- Book: The Suspect: Counterterrorism, Islam, and the Security State
- Publisher : Pluto Press
- Author: Rizwaan Sabir
- Price: £18.99