શું બહારની વ્યક્તિ ક્યારેય સંસ્થાનનો સભ્ય બની શકે ખરો? હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય અને ઓક્સબ્રિજ કોલેજના વડા તરીકે નિમાયેલા પ્રથમ અશ્વેત વ્યક્તિ સાઇમન વૂલી પોલીસી ચેન્જમેકર છે અને વડા પ્રધાન અને મહારાજાને માહિતી આપવાની જવાબદારી તેઓ સંભાળે છે. પરંતુ તેઓ એક એવા લોર્ડ છે જેઓ એસ્ટાબ્લીશમેન્ટ્સને હલાવવા માંગે છે, તેઓ એક એવા વ્યક્તિ છે જેઓ જાણે છે કે અન્ડરપ્રેજેન્ટેડ અવાજોને ટેબલ પર લાવવાનું કેટલું મહત્વપૂર્ણ છે.
લેસ્ટરમાં ગરીબ સેન્ટ મેથ્યુ એસ્ટેટમાં પ્રેમાળ શ્વેત ફોસ્ટર માતાપિતા દ્વારા ઉછેરવામાં આવેલ યુવાન સાઇમન ટૂંક સમયમાં જ રાજકારણ વિશે અને પડોશમાં રહેતા થોડા શ્યામ બાળકોમાંના એક તરીકે રેસીઝમ વિશે શીખી ગયો હતો. વિશ્વને બહેતર બનાવવાની ઈચ્છા તેઓ સાઉથ અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે જાગૃત થઈ હતી. જ્યાં તેમણે ક્રાંતિકારી રાજકારણનો પ્રત્યક્ષ અનુભવ કરી જાણ્યું હતું કે કેવી રીતે તમારી સક્રિયતા લોકોના જીવનને બદલી શકે છે. તેનાથી પ્રેરિત થઈને, તેમણે 1996માં ઓપરેશન બ્લેક વોટની સહ-સ્થાપના કરી હતી. જેણે છેલ્લા 25 વર્ષોમાં હજારો અશ્વેત પુરુષો અને સ્ત્રીઓને તેમના મતના અધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો શ્રેય આપવામાં આવ્યો છે.
‘‘સોર: માય જર્ની ફ્રોમ કાઉન્સિલ એસ્ટેટ ટૂ ધ હાઉસ ઓફ લોર્ડ્સ’ એ સંસ્થાકીય જાતિવાદના પડકારો છતાં હિંમત અને પ્રતિબદ્ધતા, દ્રઢતા અને સકારાત્મક રહેવાની વાર્તા છે. તે પિતા બનવા અને તમારા વારસાનું સન્માન કરવા વિશેની વાત છે. પરંતુ સૌથી વધુ તો, જ્યારે કોઈ અન્ય તમારા માટે ઉપલબ્ધ ન હોય ત્યારે તમારા પોતાના રોલ મોડેલ બનવા વિશેની વાત છે. સાઇમન વૂલીએ બ્રિટિશ રાજકારણમાં ક્રાંતિ લાવી છે.
લોર્ડ વૂલીએ પોતાના સંસ્મરણમાં પોતાના બાળપણનું વર્ણન; 26 વર્ષની ઉંમરે શિક્ષણમાં પાછા ફર્યા તેની વાતો, હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય તરીકેની કામગીરી, હોમર્ટનના પ્રિન્સિપાલ તરીકે તેમની સેવાઓ, ઓપરેશન બ્લેક વોટ દ્વારા તેઓ જે ગતિશીલતા અને મહત્વાકાંક્ષા લાવવામાં સફળ થયા તેની વાતો લખી છે તેમ જ પોતાના અસાધારણ પ્રવાસનું વ્યક્તિગત વર્ણન કર્યું છે.
આ પુસ્તકના પ્રસ્તાવનામાં ગયા વર્ષના અંતમાં હોમર્ટનના માનદ ફેલો બનેલા સિવિલ રાઇટ્સ કેમ્પેઇનર રેવ. જેસી જેક્સન કહે છે કે “લોર્ડ સાઇમન વૂલી હજી પૂરા થયા નથી કે તેમણે બહુ લાંબી મજલ કાપી નથી. ઓક્સબ્રિજ કોલેજના વડા તરીકે પ્રથમ અશ્વેત વ્યક્તિ તરીકેની તેમની ભૂમિકા એ એક નવું અને ઉત્તેજક પ્રકરણ છે જે પેઢીઓને વિશ્વાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને પ્રેરણા આપે છે કે તમારી જાતિ કે તમારી નબળી શરૂઆત છતાં તમે જીવનમાં સફળતા મેળવી શકો છો અને સફળ થવું જ જોઈએ. સફળ થવા માટે તમારા સંજોગોની બહારનું સ્વપ્ન જુઓ.”
આ પુસ્તકને 5માંથી 4.6 સ્ટારનું રેટિંગ મળેલું છે.
Product details
Soar: My Journey from Council Estate to House of Lords
Author: Simon Woolley
Narrator: Jonathan Andrew Hume
Publisher: Manilla Press
Price: £20