રામચંદ્ર ગુહા તરફથી પ્રતિકાર અને ભારતીય સ્વતંત્રતા માટેની લડતનો અસાધારણ ઇતિહાસ પુસ્તક ‘રેબેલ્સ અગેઇન્સ્ટ ધ રાજ વેસ્ટર્ન ફાઇટર્સ ફોર ઇન્ડિયાઝ ફ્રીડમ’માં લખવામાં આવ્યો છે. રેબેલ્સ અગેઇન્સ્ટ ધ રાજ, સાત એવા લોકોની ઓછી જાણીતી વાતો રજૂ કરે છે જેમણે બીજા દેશ માટે સંઘર્ષ કરવાનું પસંદ કર્યું હતું. એ વિદેશીઓ 19મીથી 20મી સદીના અંતમાં આઝાદીની લડાઈ અને ચળવળમાં જોડાવા માટે ભારત આવ્યા હતા. તે સાતમાંથી ચાર બ્રિટિશ, બે અમેરિકન અને એક આઇરિશ હતા. ચાર પુરુષો અને ત્રણ સ્ત્રીઓ હતી. જેલમાં કે દેશનિકાલ થયા પહેલા અને પછી તેમણે ભારતની આઝાદી માટે પત્રકારત્વ, સામાજિક સુધારણા, શિક્ષણ, સજીવ ખેતી અને પર્યાવરણવાદ સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર અને અગ્રણી કાર્ય કર્યું હતું.
આ પુસ્તકમાં રજૂ કરાયેલી તેમની વાતો ત્યાગ, આદર્શવાદ અને સાચા બલિદાનથી પ્રેરિત છે; તે દરેક લોકો ગાંધી સાથે જોડાયેલ છે, જો કે કેટલાકને તેમના વિચારોમાં અનંત ગુસ્સો જોવા મળ્યો હતો. તે દરેક વ્યક્તિએ જે પ્રદેશમાં કામ કર્યું હતું તેના પર ઊંડી અસર છોડી છે, તેમણે સ્થાપેલી સંસ્થાઓ, પેઢીઓ અને વ્યક્તિઓ દ્વારા પ્રેરિત તેમનો વારસો ચાલુ રહ્યો છે.
વિશ્વના શ્રેષ્ઠ ઈતિહાસકારોમાંના એક રામચંદ્ર ગુહા આપણને ભારત અને પશ્ચિમ વચ્ચેના સંબંધો અને બ્રિટિશ કોલોનીયલ રૂલની બહાર તેની ઓળખ અને સ્વતંત્રતાની શોધ કરતા દેશ તરીકે ભારતની વાર્તા વિશે ઊંડી આંતરદૃષ્ટિ સુધી પહોંચાડે છે.
પુસ્તક સમીક્ષા
- ‘ચોંકાવનારી મૌલિકતાનું વર્ણન… ભારતીય ઇતિહાસના ભૂલી ગયેલા અધ્યાયને શોધવાનો તેમનો ઉત્સાહ અવર્ણનીય છે. બ્રિટનના કોલોનીયલ વારસાની ચર્ચાઓ વધુને વધુ ધ્રુવીકરણ થતી જાય છે, માટે જ અમને આના જેવા સૂક્ષ્મ પુસ્તકોની વધુ જરૂર છે’ – સેમ ડેલરીમ્પલ, સ્પેક્ટેટર
- ગુહા તેમની સામગ્રીને કુશળતાપૂર્વક ગોઠવે છે અને તેને સ્પષ્ટ અને સ્ટાઇલિશ રીતે રજૂ કરે છે, રાજ… ઇતિહાસના એક એવા પાસાને પ્રકાશિત કરે છે જેને ઘણીવાર ભૂલી જવાય છે અથવા અવગણવામાં આવે છે. આ વિષય ભારત અને બ્રિટન બંનેના ઇતિહાસમાં એક નવું પરિમાણ ઉમેરે છે. – લીટરરી રીવ્યુ.
લેખક પરિચય
રામચંદ્ર ગુહાનો જન્મ અને ઉછેર હિમાલયની તળેટીમાં થયો હતો. તેમણે દિલ્હી અને કોલકાતામાં અભ્યાસ કર્યો હતો અને ઘણા વર્ષોથી બેંગલુરુમાં રહે છે. તેમના ઘણા પુસ્તકોમાં ધ અનક્વાયટ વુડ્સ, ઇન્ડિયા આફ્ટર ગાંધી, બાયોગ્રાફી ઓફ મહાત્મા ગાંધીનો સમાવેશ થાય છે. અગાઉ યેલ, સ્ટેનફોર્ડ અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ભણાવ્યા પછી, તેઓ હાલમાં ક્રેઆ યુનિવર્સિટીમાં ડીસ્ટીંગ્યુશ્ડ યુનિવર્સિટી પ્રોફેસર તકીરે સેવા આપે છે.
ગુહાને અમેરિકન સોસાયટી ઓફ એન્વાયર્નમેન્ટલ હિસ્ટ્રીનો લિયોપોલ્ડ-હાઇડી એવોર્ડ, બ્રિટિશ સોસાયટી ફોર સ્પોર્ટ્સ હિસ્ટ્રીનો હોવર્ડ મિલ્ટન એવોર્ડ, આર.કે. નારાયણ એવોર્ડ અને ફુકુઓકા એવોર્ડ મળી ચૂક્યા છે. તેમને યેલ યુનિવર્સિટીમાંથી હ્યુમાનીટીઝમાં માનદ ડોક્ટરેટની પદવી મળેલી છે.
Book: Rebels Against the Raj: Western Fighters for India’s Freedom
Author: Ramachandra Guha
Publisher : William Collins
Price: £25.00