કોલકાતા (અગાઉનું કલકત્તા) એક ઉત્કૃષ્ટ શહેર છે, જેને ભારતની સાંસ્કૃતિક રાજધાની પણ માનવામાં આવે છે. અહિંના સમૃદ્ધ, વાઇબ્રન્ટ ફૂડ અને તેમાં પણ બંગાળી મિઠાઇઓની પ્રતિષ્ઠા તો કઇંક ઓર જ છે. ‘સિટી ઓફ જોય’ તરીકે ઓળખાતું કોલકાતા જૂના અને નવા ભારતનું મિશ્રણ છે. તેની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની તીવ્ર વિવિધતાને લીધે, એવું કહેવાય છે કે કોલકાતાના લોકો સારી રીતે જાણે છે કે કેવી રીતે પોતાનો આનંદ માણવો અને મેળવવો.
ઐતિહાસિક મુઘલ, ચાઈનીઝ, તિબેટીયન અને બ્રિટિશ કોલોનીયલ અંશો ધરાવતું પશ્ચિમ બંગાળનું કુઝીન તેના પ્રભાવને કારણે લોકોને દૂર દૂરથી ખેંચી લાવે છે.
માછલી, શાકભાજી અને મીઠાઈઓ પ્રત્યેના તેમના પ્રેમ માટે પ્રખ્યાત, બંગાળીઓ મજેદાર અને ટેસ્ટી ખાવા પર ખૂબ ભાર મૂકે છે અને તેમની પ્રાદેશિક વિશેષતાઓ પણ સાચા આર્થમાં આદરણીય છે.
‘’કોલકાતા: ધ કુકબુક: રેસીપીઝ ફ્રોમ ધ હાર્ટ ઓફ બેંગાલ’’ પુસ્તકમાં, લેખિકા રિંકુ દત્ત તમને કોલકાતા શહેરની શ્રેષ્ઠ એવી 70 થી વધુ સુલભ, સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરે છે. જે કોઈપણ ઘરના રસોડામાં કોઇ પણ વ્યક્તિ સરળતાથી બનાવી શકે છે. આ પુસ્તકમાં તમને અનોખા વ્યંજનોની હારમાળા જોવા મળે છે.
રિંકુ ઉર્જા અને વિવિધતા, બહુવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ, હંમેશા-લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ, સમૃદ્ધ રેસ્ટોરન્ટ અને કાફે અને પેઢીઓ દ્વારા આપવામાં આવેલ પરંપરાગત કુટુંબના મનપસંદનો વારસાની વાર્તા આ પુસ્તક દ્વારા કહે છે.
પાર્ક સ્ટ્રીટની આખી રાતના ખાણીપીણીથી માંડીને ડેકર્સ સ્ટ્રીટ પરના સ્ટ્રીટફૂડ નાસ્તા સુધી, ખળભળાટ મચાવતું બડાબઝાર અને ચાઇનાટાઉન અને અલબત્ત, હજારો ઘરના રસોડામાં જે રસોઈ બનાવવામાં આવે છે તેના અંશો આ પુસ્કમાં રજૂ કરાયા છે.
કોલકાતા શહેરના અનોખા વાતાવરણ અને અદભૂત ખાદ્યપદાર્થો તથા મુસાફરીને ફોટોગ્રાફી દ્વારા આ પુસ્તકમાં જીવંત કરવામાં આવ્યા છે. નાસ્તાના સ્પ્રેડ, સરળ અને પૌષ્ટિક લંચ અને મનપસંદ સ્ટ્રીટફૂડ બાઈટ્સથી લઈને સમૃદ્ધ અને સુગંધિત ડિનર અને સ્વાદિષ્ટ મીઠાઈઓ સુધીની વાનગીઓ અને વ્યંજનો રજૂ કરાયા છે. ખાતરી આપું છું કે આ પુસ્તક તમને કોલકાતાની શેરીઓ અને ઘરો સુધી પહોંચાડશે, એક એવું શહેર જે મોંમાં પાણી લાવે તેવા ભોજન અને મિષ્ઠાનો માટે સર્વશ્રેષ્ઠ છે.
લેખક પરિચય
રિંકુ દત્ત લંડનમાં બંગાળી ફૂડ ટ્રક અને પોપ-અપ રેસ્ટોરન્ટ ‘રાસ્તાવાલા’ ચલાવે છે. તેણીનો પરિવાર કોલકાતાનો છે, અને તેણી દાદા-દાદીને જોવા માટે અવારનવાર પોતાના શહેરમાં પાછી ફરે છે, જ્યાં તેના દાદાજી શહેરની સૌથી પ્રતિષ્ઠિત અને લોકપ્રિય રેસ્ટોરન્ટમાંની એક સેન્ટ્રલ હોટેલ/અંબરના માલિક હતા. ઓક્ટોપસ દ્વારા પ્રકાશિત લીઓન કુકબુક્સમાં રેસીપીનું યોગદાન આપતા રિંકુએ કોલકાતા વિશે સંખ્યાબંધ ટ્રાવેલ બ્લોગ્સનું શૂટિંગ પણ કર્યું છે. તેમણે એવોર્ડ વિજેતા ચટણીનું નિર્માણ કર્યું છે તો દાર્જિલિંગ એક્સપ્રેસ ફેમ અસ્મા ખાન સાથે સપર ક્લબમાં પણ સહયોગ કર્યો છે. આ રિંકુ દત્તનું પ્રથમ પુસ્તક છે.
Kolkata: The Cookbook: Recipes from the heart of Bengal
Author: Rinku Dutt
Publisher: Smith Street Books
Price: £26.00