ધ સન્ડે ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક, બેન કેન તરફથી એપીક લાયનહાર્ટ સીરીઝના આ ત્રીજા રોમાંચક હપ્તાના રોમાંચક પુસ્તક કિંગ: ધ એપિકમાં સૌને જકડી રાખે તેવું કથાનક રજૂ કરાયું છે.
વાત છે 1192ના ઓટમની. જેરુસલેમ હજુ પણ સારાસેન્સના હાથમાં છે, અને તેમના નેતા સલાદિન સાથે શાંતિ સંધિ અંગે સહમતી સધાઈ છે. રિચાર્ડ ધ લાયનહાર્ટ તેના સંઘર્ષગ્રસ્ત રાજ્યમાં પાછા ફરવા માટે હવે આખરે મુક્ત છે. હવે તેની સાથે રુફસ તરીકે ઓળખાતો વફાદાર નાઈટ ફરડિયા પણ છે. તેઓ સાથે મળીને ફ્રાંસના રિચાર્ડના મુખ્ય દુશ્મન ફિલિપ કેપેટનો જ નહીં, પણ રાજાના વિશ્વાસઘાતી નાના ભાઈ જ્હોનનો પણ સામનો કરે છે.
ઇટાલિયન દરિયાકિનારે તેમનું જહાજ ભાંગી પડે છે. રાજા અને તેના સાથીઓના નાના જૂથને તેમના દુશ્મનો દ્વારા જોખમી મુસાફરી માટે ફરજ પાડવામાં આવે છે. ક્રિસમસ 1192ના થોડા સમય પહેલા, રિચાર્ડને ઓસ્ટ્રિયાના ડ્યુક લિયોપોલ્ડ દ્વારા વિયેના નજીક કેદી કરી ઘણા મહિનાઓ સુધી રાખવામાં આવે છે અને પછી તેને પવિત્ર રોમન સમ્રાટ હેનરી VI ને સોંપવામાં આવે છે. બીજી તરફ ઇંગ્લેન્ડ અને તેનાથી આગળના પ્રદેશોમાં અશાંતિની જ્વાળાઓ ઉઠે છે અને તેની કેદ બીજા એક વર્ષ સુધી ચાલે છે.
રિચાર્ડની માતા રાણી એલેનોર અને હેનરી VI વચ્ચેની વાતચીત મહિનાઓ સુધી ચાલે છે, પરંતુ અંતે તે એક કડવા કરાર સુધી પહોંચે છે. રાજાને મુક્ત કરવા માટે માંગવામાં આવેલી ખંડણીની રકમના કારણે રાજ્યની તિજોરી ખાલી થઇ જશે અને ઇંગ્લેન્ડ સૂકાઇ જશે. ફિલિપ કેપેટ અને રિચાર્ડના ભાઈ જ્હોન સાથે મળીને રાજાને લાંબા સમય સુધી કેદમાં રાખવામાં આવે તે માટે મોટી રકમની ઓફર કરે છે. જો કે તેમના પ્રયત્નો નિરર્થક જાય છે, જેના કારણે ફિલિપ જ્હોનને એક પત્ર લખે છે જેમાં પ્રખ્યાત વાક્ય સખે છે ક: ‘તમારી જાતને જુઓ, શેતાન છૂટી ગયો છે.’
તેની પ્રતિષ્ઠાને પાછી મેળવવા બીજી વખત તાજ પહેરાવવામાં આવે છે. રિચાર્ડ ઇંગ્લેન્ડમાં વ્યવસ્થા પુનઃસ્થાપિત કરે છે અને જ્હોનને તેના શરમજનક વર્તન માટે માફ કરાય છે. હવે તેનું આગળનું કાર્ય ફિલિપ કેપેટ પાસેથી ગુમાવેલા પ્રદેશોને પાછે મેળવવાનું અને ફ્રેન્ચ રાજા પર પોતાનું વર્ચસ્વ પુનઃસ્થાપિત કરવાનું છે. આ તકલીફો તેને હોંશિયાર સંબંધો બાંધતા, વ્યૂહાત્મક કિલ્લાઓ બનાવતા શિખવે છે. અને જ્યારે ફરજ પડે ત્યારે તે યુદ્ધ કરે છે, કથાનાયક લાયનહાર્ટ ઇતિહાસમાં એક અનન્ય માર્ગ બનાવે છે.
લેખક પરિચય:
કેન્યામાં જન્મેલા અને મૂળ આઇરિશ બેન કેનનો ઇતિહાસ પ્રત્યેનો જુસ્સો તેમને વેટરનરી મેડિસિનમાંથી લેખનમાં કારકિર્દી બનાવવા ખેંચી લાવ્યો છે. જે તેને 60 થી વધુ દેશો અને તમામ 7 ખંડોમાં લઈ ગયો છે. સંપૂર્ણ રોમન લશ્કરી ગણવેશમાં સેંકડો માઇલ ચાલવાના અનુભવ, મુસાફરી અને સંશોધનને કારણે રોમનો જે વિશે તેઓ ઘણું શીખ્યા છે. સમરસેટમાં રહેતા કેનની તેર નવલકથાઓમાંથી દસ સન્ડે ટાઈમ્સની ટોપ ટેન બેસ્ટ સેલર રહી ચૂકી છે. તેમના પુસ્તકો બાર ભાષાઓમાં પ્રકાશિત થયા છે અને વિશ્વભરમાં એક મિલિયન નકલો વેચાઈ છે.
Book: King: The epic
Author: Ben Kane
Publisher: Orion
Price: £14.99