“જોય, ઑ એન્ડ ટીયર્સ – માય એસોસિએશન વીથ સરગમ’’ પુસ્તક યુરોપમાં ઇન્ડિયન પર્ફોર્મિંગ આર્ટ્સના મેનેજમેન્ટમાં લેખકના અનુભવોને દર્શાવે છે. ‘’જોય, ઑ એન્ડ ટીયર્સ’’ એ બધાથી સૌથી ઉપર, એસોસિએશન સરગમની ચાર દાયકાથી વધુ સમય દરમિયાનની ઘટનાઓની યાદી છે અને જેમણે આ બધું શક્ય બનાવ્યું છે તેમનો આભારા માનતી સરાહના છે. આ પુસ્તકમાં આનંદ અને હાસ્ય સાથે નિરાશા અને હતાશા તો સાથે સાથે નમ્રતા અને દયાળુ સમજ વચ્ચે અહંકારની વિચિત્રતા અને અથડામણ… આ બધું સરળ રીતે સંબંધિત છે જેનો પુસ્તકમાં સમાવેશ કરાયો છે.
પુસ્તકના લેખક શિરીન ઇસાલનો જન્મ મુંબઈમાં થયો હતો અને પછી લગ્ન પછી તેઓ ફ્રાન્સના પેરિસમાં સ્થાયી થયા હતા. તે વખતે તેમને સમજાયું હતું કે ત્યાં કામ કરવું હોય તો તેમને માટે બીજું કોઈ ક્ષેત્ર નથી. ત્યાં તેમણે 1983માં ‘એસોસિએશન સરગમ’ની સ્થાપના કરી હતી. આ સંસ્થા કલાકારોનું મેનેજમેન્ટ કરતી હતી અને તેમણે ઘણાં બધા ભારતીય શાસ્ત્રીય સંગીતકારો અને નૃત્ય કલાકારોને યુરોપના પ્રવાસ માટે આમંત્રણ આપ્યું હતું. તેમના બેઝ પેરિસ અને ત્યારબાદ લંડનમાં અને 1979 થી 2018 સુધી સરગમના ચાલીસ વર્ષના અસ્તિત્વ દરમિયાન શિરીનને લગભગ પચાસ કલાકારો અને તેમના સાથીદારોને પ્રસ્તુત કરવાનો વિશેષાધિકાર મળ્યો હતો. તેમણે સોળ યુરોપીયન દેશોમાં લગભગ છસો કાર્યક્રમોના આયોજનો માટે વાટાઘાટો કરી હતી. જે એક સમૃદ્ધ અને દૈવી કલાનો પ્રચાર કરવાના જુસ્સાથી પ્રેરિત અને યુરોપ-આધારિત પ્રેક્ષકો અને આયોજકો દ્વારા સમાન રીતે વ્યક્ત કરવામાં આવેલ ઉત્સાહ દ્વારા પ્રેરિત હતી.
આ પુસ્તકના કવરની ડિઝાઇન મેથ્યુ સોન્ડર્સ દ્વારા કરવામાં આવી છે.

શિરીન કહે છે કે ‘’સિત્તેરના દાયકાના પ્રારંભમાં મુંબઈમાં ભારતીય નૃત્ય અને તેના નાયક: આઇકોનિક ઝવેરી સિસ્ટર્સ (મણિપુરી નૃત્ય) અને ભારતીય નૃત્યના અદ્ભુત ગુણગ્રાહક, નૃત્ય ઇતિહાસકાર અને વિવેચક, પદ્મશ્રી સુનીલ કોઠારી સાથે 1970 ના દાયકાના પ્રારંભમાં એલાયન્સ ફ્રાન્સેઈસ ડી બોમ્બેમાં કામ કરતી સુનીલ કોઠારી સાથેની મુલાકાતે મને અન્ય ભારતીય શાસ્ત્રીય કળા માટે પ્રેરિત કરી હતી. તે એક સાધારણ મુલાકાત દ્વારા આ વિઝનની શરૂઆત થઈ હતી. પશ્ચિમી પ્રેક્ષકોને ભારતના શાસ્ત્રીય વારસાના જાદુનો અનુભવ કરાવવો એ વ્યક્તિગત સાદ જેવું બન્યું હતું. મને આદર પણ મળ્યો છે તો વ્યક્તિગત દુઃખ અને નિરાશાઓ પણ સાંપડ્યાં છે. સરગમને પંડિત રવિશંકર, શ્રી મહારાજાપુરમ સંથાનમ, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, શ્રીમતી લક્ષ્મી શંકર, બેગમ પરવીન સુલતાના અને શ્રીમતી માલવિકા સારુક્કાઈ અને અન્ય ઘણા ક્ષેત્રના દિગ્ગજો અને ઘણા યુવા કલાકારોને આમંત્રિત કરવાનો લહાવો મળ્યો છે.‘’
હાલ લંડનમાં રહેતા લેખિકા શિરીન ઇસાલ મુબઇમાં રહેતા પ્રભાવશાળી પારસી ઘરમાં ઉછર્યા હતા અને તેમણે પિયાનો પર વ્યાપક અભ્યાસ કર્યો હતો.
Book Review: JOY, AWE AND TEARS – My association with Sargam
Publisher: Association Sargam
Author: Shireen Isal
Price: £7.85