Book Review Johnson at 10 The Inside Story

પૂર્વ વડા પ્રધાન બોરીસ જૉન્સન રાજીનામુ આપ્યા બાદ કોવિડ ગાઇડલાઇન્સના ભંગ બદલ વિવાદે ચઢેલા છે ત્યારે ધ ઇન્સ્ટન્ટ સન્ડે ટાઇમ્સ બેસ્ટસેલર પુસ્તક ‘’જૉન્સન એટ 10: ધ ઇનસાઇડ સ્ટોરી’’ ધૂમ મચાવી રહ્યું છે.

બ્રેક્ઝિટની મડાગાંઠ વચ્ચે 2019ના સમરમાં નાટકીય ઉદય પામી બ્રિટનની સત્તા પર આવેલા બોરિસ જૉન્સને બ્રિટિશ ઇતિહાસના સૌથી અશાંત સમયગાળામાં દેશનું સુકાન સંભાળ્યું હતું. ઓગસ્ટ 2019માં સંસદની વિવાદાસ્પદ મુદત અને તે વર્ષના અંતમાં ઐતિહાસિક લેન્ડસ્લાઇડ ચૂંટણી જીત સાથે શરૂ કરવાથી લઇને બ્રિટન આવનારા દાયકાઓ સુધી વિશ્વમાં તેનું સ્થાન નિર્ધારિત કરે તેવી શ્રેણીબદ્ધ કટોકટીઓથી ઘેરાયેલું હતું. બ્રેક્ઝિટની વેદનાથી ભરેલી ઉથલપાથલ, વિનાશક કોવિડ-19 રોગચાળો, અફઘાનિસ્તાનની નર્વ-શ્રેડિંગ કટોકટી, યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળવું અને પાર્ટીગેટ કૌભાંડ બાદ જોન્સનની સરકાર માત્ર ત્રણ વર્ષમાં જ ઉથલી પડી હતી.

બ્રિટનના અગ્રણી રાજકીય અને સામાજિક વિવેચકો દ્વારા લખાયેલ આ પુસ્તકમાં જૉન્સનના સત્તાના શરૂઆતથી અંત સુધીનો નકશો રજૂ થયો છે અને થેચર પછી યુનાઈટેડ કિંગડમનું નેતૃત્વ કરનારા સૌથી વિભાજનકારી વડા પ્રધાન પર નવો પ્રકાશ પાડે છે. જૉન્સનના મુખ્ય સહાયકો, સાથીઓ અને આંતરિક વર્તુળના લોકો સાથેના 200 થી વધુ ઇન્ટરવ્યુના આધારે લખાયેલ આ પુસ્તક જૉન્સનની પ્રીમિયરશિપનો પ્રથમ સંપૂર્ણ હિસાબ રજૂ કરે છે, જેના આંચકા આજે પણ અનુભવાય છે.

પુસ્તક સમિક્ષા

  • અદ્ભુત…. જૉન્સન વિશે પહેલાથી ઘણું જાણતા લોકોની પણ આ પુસ્તક આંખ ખોલશે. લેખરો સેલ્ડન અને નેવેલે સલાહકારો અને અધિકારીઓની મુલાકાત લઇ નંબર 10ના દરવાજા પાછળ શું ચાલી રહ્યું હતું તેની ખૂબ સારી સમજ મેળવી હતી – ડેનિયલ ફિન્કેલસ્ટેઇન, ધ ટાઇમ્સ
  • નંબર 10 ના કાળા દરવાજા પાછળના બેડલૅમનું અધિકૃત, આકર્ષક અને જૉડ્રોપીંગ ચિત્ર રજૂ કરાયું છે – એન્ડ્રુ રોન્સલી, ઑબ્ઝર્વર
  • જૉન્સનને સત્તાના સમય સાથે શું કર્યું તેનો અધિકૃત, વિસ્ફોટક હિસાબ રજૂ કરાયો છે. – ઇસાબેલ હાર્ડમેન, આઇ.

લેખક પરિચય

સર એન્થોની સેલ્ડન એક શિક્ષક, ઇતિહાસકાર, લેખક અને ટીકાકાર છે. ભૂતપૂર્વ હોડટિચર અને વાઇસ ચાન્સેલર સેલ્ડન રોયલ શેક્સપિયર કંપનીના ડિરેક્ટર અને નેશનલ આર્કાઇવ્સ ટ્રસ્ટના અધ્યક્ષ છે. તેમણે સમકાલીન ઇતિહાસ, રાજકારણ અને શિક્ષણ પર ચાલીસથી વધુ પુસ્તકો લખ્યા છે અને સંપાદન કર્યું છે. જેમાં ધ ઇમ્પોસિબલ ઓફિસ?, મે એટ 10 અને ધ પાથ ઓફ પીસનો સમાવેશ થાય છે.

પુસ્તકના સહલેખક રેમન્ડ નેવેલ એક સમકાલીન ઈતિહાસકાર અને સંશોધક છે, તેઓ કિંગ્સ કોલેજ લંડન અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી રાજકીય અર્થતંત્ર અને ડેટા સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. તેઓ હાલમાં હેનબરી સ્ટ્રેટેજી ખાતે પબ્લિક અફેર્સ અને કોમ્યુનિકેશન્સમાં કામ કરે છે.

એમેઝોન દ્વારા આ પુસ્તકને 5માંથી 4.4 સ્ટારનું રેટિંગ મળેલું છે.

Book: Johnson at 10: The Inside Story

Author: by Anthony Seldon and Raymond Newell

Publisher ‏ : ‎ Atlantic Books; Main edition (4 May 2023)

Price: £25.

 

LEAVE A REPLY