વિશ્વમાં ઘટતી જતી હાથીઓની સંખ્યા શું વધારી શકાય તેમ છે? શું સારપની શક્તિઓ દુષ્ટ લૂંટારાઓ પર વિજય મેળવી શકશે? શું કોઈ બહાદુર વ્હીસલ બ્લોઅર દ્વારા વાર્ષિક ટ્રિલિયન-ડોલરના મની લોન્ડરિંગના વેપારને ઘુંટણીયે પાડી શકાશે? લોર્ડ પીટર હેઇનનું આકર્ષક બીજુ થ્રિલર ધ એલિફન્ટ કોન્સ્પિરસી: એક નાટકીય પરાકાષ્ઠા પર રચાયું છે. જે ડ્રામેટીક ક્લાઇમેક્સ, વન્યજીવનથી રાજકારણમાં, બુશવેલ્ડથી શહેર તરફ, હાઇ ફાઇનાન્સથી લઇને શિકાર સુધી બદલાયું છે. આ પુસ્તક દ્વારા લોર્ડ પીટર હેઇન સક્રિયતા અને ભ્રષ્ટાચારની સ્પર્ધાત્મક દુનિયાનો આબેહૂબ અને આકર્ષક પ્રવાસ કરાવે છે.
આ પુસ્તકમાં દક્ષિણ આફ્રિકાના વેલ્ડ હાથીઓની ઉચ્ચ સ્તરીય રાજકીય કાવતરાના ભાગ રૂપે દુષ્ટ શિકારી ગેંગ દ્વારા તેમના મૂલ્યવાન દાંત માટે નિર્દયતાથી કરાઇ રહેલી હત્યાની વિગતો રજૂ કરવામાં આવી છે. હાથીઓના ટોળાઓને લુપ્ત થતા બચાવવા માટે અરજ કરાઇ છે. હાથીઓને બચાવવાની આ લડાઈનું નેતૃત્વ અનુભવી રંગભેદ વિરોધી સ્વતંત્રતા સેનાની અને વેટરન પ્રોટેજ થાન્ડી તથા રેન્જર મેખેઇજ અને સાથે રહસ્યમય સ્નાઈપર કરી રહ્યા છે. પ્રાણીઓને બચાવવા માટેની લડતમાં તેમને નિર્દય હત્યારાઓ, જથ્થાબંધ મની-લોન્ડરિંગ અને રાજકીય ભ્રષ્ટાચારનો પણ સામનો કરવો પડે છે.
આ પુસ્તક આજના દક્ષિણ આફ્રિકાની વાસ્તવિકતા અને આયર્લેન્ડના ટાપુ માટેના બાકી મુદ્દાઓનું સફળતાપૂર્વક અન્વેષણ કરે છે.
પુસ્તક સમીક્ષા
- ‘માસ્ટરફુલ…આફ્રિકાના વન્યજીવનને બચાવવાની લડાઈની ફ્રન્ટલાઇન પાછળની રોમાંચક સફર’ આ પુસ્તકમાં રજૂ કરાઇ છે: જુલિયન રેડમેયર, ‘કિલિંગ ફોર પ્રોફિટ – ગ્રિપિંગ, ટેન્સ એન્ડ ટાઇમલી’ના લેખક.
- ‘ધ રાઇનો કોન્સ્પિરસી’ એ સાચું પેજ-ટર્નર છે. આ પુસ્તક એક રોમાંચક અંતરાત્મા, સમયસૂચકતા અને દક્ષિણ આફ્રિકાના રાજકારણ અને વન્યજીવનના ઊંડા જ્ઞાન સાથે પડઘો પાડે છે.’ એલન જોન્સન એમપી, લવ રીડિંગ.
- ‘લુપ્તપ્રાય પ્રજાતિઓ પરના ખતરા પરનું ઢાંકણુ આ પુસ્તક ખોલે છે: ડેઈલી ટેલિગ્રાફ
- ‘એ ગ્રિપિંગ પેજ-ટર્નર’: મેરિસા મેકગ્લિન્ચે
- ‘આકર્ષક, ઉત્તેજક, અધિકૃત પુસ્તક’: લુથાન્ડો ડીઝીબા
લેખક પરિચય
લોર્ડ પીટર હેઇનનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેમના માતા-પિતાને 1966માં દેશનિકાલ કરવાની ફરજ પડી હતી. તેમણે 1970 અને 80ના દાયકા દરમિયાન રંગભેદ વિરોધી ચળવળ અને નાઝી વિરોધી લીગનું નેતૃત્વ કર્યું હતું. લોર્ડ હેઇન 1991-2015માં નીથ માટે લેબર સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ટોની બ્લેર અને ગોર્ડન બ્રાઉનની સરકારોમાં 12 વર્ષ સુધી વરિષ્ઠ મંત્રી તરીકે તેમણે સેવાઓ આપી હતી. તેમણે યુએન સુરક્ષા પરિષદની અધ્યક્ષતા પણ કરી હતી અને પરમાણુ પ્રસારને રોકવા અને બ્લડ ડાયમન્ડના વેપાર પર પ્રતિબંધ મૂકતી આંતરરાષ્ટ્રીય સંધિઓ પર વાટાઘાટો કરી હતી. લોર્ડ હેઇને કુલ એકવીસ પુસ્તકો લખ્યા છે કે સંપાદિત કર્યા છે – જેમાં મંડેલા (2010), મેમોઇર્સ આઉટસાઇડ ઇન (2012) અને તાજેતરમાં પ્રિટોરિયા બોય (2021)નો સમાવેશ થાય છે.
આ પુસ્તકને 5 માંથી 4.4 સ્ટારનું રેટીંગ મળેલું છે.
Book: The Elephant Conspiracy
Author: Lord Peter Hain
Publisher: Muswell Press
£14.99