પુરસ્કાર વિજેતા મલબાર હાઉસ શ્રેણીની ચોથી રિપ-રોરિંગ થ્રિલર ‘ડેથ ઓફ  લેસર ગોડ’માં અગ્રણી વકીલ અને ભૂતપૂર્વ ભારત છોડો ચળવળના કાર્યકર ફરીદ મઝુમદારની હત્યા માટે મૃત્યુદંડની સજા પામેલા જેમ્સ વ્હીટબી પાસે ફાંસી માટે બે અઠવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે. પોતાના પુત્રને બચાવવાના છેલ્લા પ્રયાસમાં, વ્હીટબીના પિતા હત્યાની નવી તપાસ માટે દબાણ કરે છે.

આ તપાસ બોમ્બે પોલીસના મહિલા ઇન્સ્પેક્ટર પર્સિસ વાડિયાને જૂની કોલોનિયલ રાજધાની કલકત્તા તરફ લઈ જાય છે, જ્યાં, સ્કોટલેન્ડ યાર્ડના ગુનેગાર આર્ચી બ્લેકફિન્ચની મદદથી, તે 1946ના કલકત્તા કિલિંગ દરમિયાન આફ્રિકન-અમેરિકન G.I.ની ક્રૂર હત્યાના બીજા કેસની સંભવિત કડીનો પર્દાફાશ કરે છે. તેઓ આગમાં ડૂબેલા યુગના પૂર્વગ્રહો અને લોહિયાળ રાજકારણ સાથે સામસામે ટકરાય છે. શું તે બે કેસ જોડાયેલા છે? અને જો વ્હીટબીએ મઝુમદારનું ખૂન નથી કર્યું તો કે કોણે કર્યું?

એક ભપકાદાર, ક્રૂર અને હ્રદય અટકાવી દેનાર થ્રિલરને વસીમ ખાને વશીકરણ અને સમજદારી સાથે લખ્યું છે. તેમાં વિભાજન પછીના ભારતને સૂક્ષ્મ, રસપ્રદ અને ગતિશીલ રીતે રજૂ કરાયું છે. તો તેમાં રજૂ કરાયેલ પર્સિસને બહાદુર, બુદ્ધિશાળી અને મોહક તરીકે રજૂ કરાઇ છે. એક આકર્ષક આધુનિક પ્લોટને તીક્ષ્ણ અને અણઘડ ઇતિહાસ સાથે ભેળવી દેવાયો છે.

‘ક્રાઈમ ફિક્શન એ સામાજિક સમસ્યાઓનો સામનો કરવાની એક શાનદાર રીત છે અને આ પુસ્તકમાં વસીમ ખાન તે કેવી રીતે થાય છે તેનો માસ્ટરક્લાસ આપે છે. અત્યંત વખાણાયેલી મલબાર હાઉસ શ્રેણીની ચોથી અવિશ્વસનીય નવલકથામાં ભારતની પ્રથમ મહિલા પોલીસ ડિટેક્ટીવ પર્સિસ વાડિયાની વાર્તા રજૂ કરાઇ છે.

પુસ્તક સમિક્ષા

  • ‘સુંદર રીતે લખાયેલ અને આઝાદી પછીના ભારતની અશાંતિ વિશે આકર્ષક સમજ’ – પીટર મે
  • ‘તેમની પુરસ્કાર વિજેતા મલબાર હાઉસ શ્રેણીમાં વધુ એક ઉત્કૃષ્ટ રોમાંચક… ખાન સાથે હંમેશની જેમ, એક આખો યુગ અને સમુદાય શાંત કલેશ સાથે જોડાયેલો છે’ – ફાઇનાન્સિયલ ટાઇમ્સ.
  • શું પોસ્ટ-કોલોનિયલ ભારતમાં ગોરા માણસને ન્યાય મળી શકે? – બોમ્બે, 1950

લેખક પરિચય

વસીમ ખાન ભારતમાં બે એવોર્ડ વિજેતા બે ક્રાઇમ સીરીઝ લેખક છે. જેમાં ‘બેબી ગણેશ એજન્સી’ સીરીઝ આધુનિક મુંબઈમાં સેટ થઈ છે, અને મલબાર હાઉસ ઐતિહાસિક ગુનાની નવલકથાઓ 1950ના બોમ્બેમાં સેટ કરવામાં આવી હતી. તેમનું પ્રથમ પુસ્તક, ‘ધ અનએક્પેક્ટેડ ઇમહેરિટન્સ ઓફ ઇન્સ્પેક્ટર ચોપરા’ ટાઇમ્સની બેસ્ટ સેલર હતી અને તેનો 16 ભાષાઓમાં અનુવાદ કરાયો છે. તો ‘મિડનાઈટ એટ મલબાર હાઉસ’એ 2021માં CWA હિસ્ટોરિકલ ફિક્શન ડેગર જીત્યો હતો અને થેક્સટનની ઓલ્ડ પેક્યુલિયર ક્રાઈમ નોવેલ ઓફ ધ યર માટે શોર્ટલિસ્ટ કરાઇ હતી.

વસીમનો જન્મ લંડનમાં થયો હતો, પરંતુ એક દાયકા સુધી તેમણે ભારતમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. 2018માં, તેમને સાહિત્ય માટેનો ઈસ્ટર્ન આઈ આર્ટસ, કલ્ચર અને થિયેટર એવોર્ડ એનાયત કરાયો હતો.

આ પુસ્તકને 5 માંથી 4.5 સ્ટારનું રેટિંગ મળ્યું છે.

Product details:

Book: Death of a Lesser God

Author: Vaseem Khan

Publisher: ‎ Hodder & Stoughton

Price: £16.99

LEAVE A REPLY