આ પુસ્તકમાં એક બ્રિટિશ રાજદ્વારી તેમની વિશાળ કારકિર્દીમાં મેળવેલા નેતૃત્વ પરના અનુભવો શેર કરે છે. જ્યારે અબ્રાહમ લિંકને કહ્યું કે, ‘તમે જે પણ બનવા માંગો છો તે બની શકો છો’ ત્યારે અમેરિકનો અને દરેક વ્યક્તિએ, દરેક જગ્યાએ તેમની નજરો ઉંચી કરી હતી. આજકાલ કોઈ પણ વ્યક્તિ નેતા બનવાની ઈચ્છા ધરાવી શકે છે, અને લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક નેતૃત્વ કરવું પડે છે. ઋષિ સુનક તેનું તાજુ ઉદાહરણ છે. 2010માં કોન્ઝર્વેટીવ પાર્ટીમાં જોડાયેલા અને 2015માં એટલે કે આજથી માત્ર 7 વર્ષ પહેલા પ્રથમ વખત એમપી બનેલા સુનક આજે દેશના પ્રાઇમ મિનિસ્ટર છે.
પોતાના પ્રથમ પુસ્તકમાં સાઇમન કહે છે કે તમારે નેતૃત્વ કરતા પહેલા નેતૃત્વ વિશે વિચારવું જરૂરી છે જે તમને વધુ સારી રીતે નેતૃત્વ કરવામાં મદદ કરે છે. ભલે ગમે તે સંજોગોમાં તમને નેતૃત્વ કરવા માટે બોલાવાય, ચાહે તે ક્ષેત્ર નોકરી, રમતગમત, સમુદાય, રાજકારણ કે પબ્લિક સર્વિસનું હોય. જે તે ક્ષેત્રમાં ટોચના નેતાઓના ઉદાહરણ, તેમની સફળતાઓ અને ખામીઓ તમને પોતાનો અભિગમ સમજવામાં અને સ્પષ્ટ કરવામાં મદદ કરી શકે છે.
આ પુસ્તકમાં, મેકડોનાલ્ડે યુનાઇટેડ કિંગડમના નેતૃત્વ અંગેની ચર્ચાઓ વચ્ચે સમજદારીભર્યું યોગદાન પ્રદાન કરીને, મુત્સદ્દીગીરીમાં તેમના ઘણા વર્ષોના અનુભવો અને કામ કરીને શીખેલ કૌશલ્યોનું વિષ્લેષણ કર્યું છે.
દેશના સૌથી મહત્વપૂર્ણ અને ઘણીવાર સૌથી મુશ્કેલ કાર્ય હાથ ધરતા આ લોકોનું અવલોકન કરીને, સાઇમને તેમનુ વર્તન જોયું હતું જેણે તેમના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરી છે.
પુસ્તક સમીક્ષા
- ‘એક મૌલિક, ખૂબ જ સારી રીતે લખાયેલું અને ગંભીર પુસ્તક – જે જાહેર ચર્ચાની ગુણવત્તામાં વધારો કરે છે.’ – એન્થોની સેલ્ડન
- ‘આ સમૃધ્ધીથી ભરેલું પુસ્તક છે – ફોરેન સર્વિસ ખરેખર કેવી રીતે કાર્ય કરે છે અને તેને કઇ રીતે વધુ સારી રીતે કરી શકાય તે વિશેની બ્રિટિશ સ્ટેટની અંદરની માહિતી રજૂ કરાઇ છે. – પીટર હેનેસી.
લેખક પરિચય
સાઇમન મેકડોનાલ્ડ એક બ્રિટિશ ભૂતપૂર્વ રાજદ્વારી છે. તેઓ જર્મનીમાં બ્રિટિશ રાજદૂત અને બાદમાં ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસમાં કાયમી અન્ડર-સેક્રેટરી અને રાજદ્વારી સેવાના વડા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ કેમ્બ્રિજની ક્રાઈસ્ટ કોલેજના માસ્ટર છે.
એચએમ ડિપ્લોમેટિક સર્વિસમાં લગભગ ચાર દાયકાઓથી વધુ સમય કામ કરનાર સાઇમને ચાર પરમેનન્ટ અન્ડર-સેક્રેટરી અને એક ડઝન વરિષ્ઠ રાજદૂતો માટે કામ કર્યું છે. પોતે કાયમી અન્ડર-સેક્રેટરી બન્યા તે પહેલા અને પાંચ વર્ષ સુધી સેવાનું નેતૃત્વ કર્યું છે. તેમણે છ ફોરેન સેક્રેટરી માટે પણ સીધું કામ કર્યું હતું અને પાંચ વડા પ્રધાનોને નજીકમાં કામ કરતા જોયા હતા.
આ પુસ્તકને 5 માંથી 3.3 સ્ટારનું રેટીંગ મળેલું છે.
Book: Leadership: Lessons from a Life in Diplomacy
Author: Simon Mcdonald
Publisher: Haus Publishing
Price: £20