લાંબા સમયથી રાજકીય કટારલેખક અને કોમેન્ટેટર તરીકે સેવા આપતા ડેનિયલ ફિન્કલસ્ટાઇન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમની માતા-પિતાએ સહન કરેલ સતામણી, પ્રતિકાર અને અસ્તિત્વના વિનાશક અનુભવોનું અન્વેષણ કરતું એક શક્તિશાળી સંસ્મરણ ‘હિટલર, સ્ટેલિન, મમ એન્ડ ડેડ: અ ફેમિલી ઓફ મિરેકલસ સર્વાઇવલ’ લઇને આપણી પાસે આવ્યા છે.
ડેનિયલના માતા મિરજામ વિનર જર્મનીમાં રહેતા આલ્ફ્રેડ અને માર્ગારેટ વિનરની ત્રણ પુત્રીઓમાં સૌથી નાના હતા. ગ્રેટ વોરના ડેકોરેટેડ હીરો આલ્ફ્રેડ યહૂદીઓ માટે હિટલરે ઉભા કરેલા અસ્તિત્વના જોખમને ઓળખનાર પ્રથમ વ્યક્તિ હતા તેમ હવે વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે. તેમણે જ 1933માં, નાઝીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાઓની વિગતવાર યાદી આપવાનું શરૂ કર્યું હતું. તેમના પરિવારને એમ્સ્ટરડેમમાં ખસેડ્યા પછી, તેમણે તેમની લાઇબ્રેરી લંડનમાં ખસેડી હતી. જ્યારે જર્મનીએ નેધરલેન્ડ પર આક્રમણ કર્યું ત્યારે તેઓ તેમની પત્ની અને બાળકોને લાવવાની તૈયારી કરી રહ્યા હતા. તેમના પરિવારને ઘેરીને લૂંટી લઇ બર્ગન-બેલ્સનમાં ભૂખે મરવા માટે મોકલવામાં આવ્યો હતો.
ડેનિયલના પિતા લુડવિકનો જન્મ લ્વોવમાં સમૃદ્ધ યહૂદી પરિવારને ત્યાં થયો હતો. 1939માં, હિટલર અને સ્ટેલિને પોલેન્ડની રચના કર્યા પછી, લુડવિકના પિતાની ધરપકડ કરાઇ હતી અને ગુલાગમાં સખત મજૂરી કરવાની સજા કરાઇ હતી. તેમને સાઇબિરીયામાં દેશનિકાલ કરાયા બાદ તેમને કલેક્ટીવ ફાર્મમાં ગુલામ મજૂર તરીકે કામ કરાવાતું હતું. લુડવિકે ગાયના છાણમાંથી એક નાનુ ઝુંપડુ બનાવ્યું હતું જેમાં રહીને તેઓ કાતિલ ઠંડા શિયાળામાં બચ્યા હતા.
આ પુસ્તક વીસમી સદીના નરસંહાર કરતા બે સરમુખત્યારોના અત્યાચારનો ભોગ બનેલા ફિન્કલસ્ટાઇનના માતાપિતાના ભયાનક સંસ્મરણો અને સતામણીની વાર્તા રજૂ કરે છે; અસ્તિત્વ અને સર્વાધિકારવાદનો ભોગ બનેલા બે સામાન્ય પરિવારોની લગભગ અકલ્પનીય બહાદુરી રજૂ કરે છે.
પુસ્તક સમિક્ષા
- ફિન્કલસ્ટાઇને પરિવારના ઇતિહાસનું ભવ્ય, ગતિશીલ વર્ણન લખ્યું છે અને આમ કરીને તેમણે 20મી સદીના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો છે. જો તમે હિટલર અને સ્ટેલિનને સમજવા માંગતા હો, તો આ પુસ્તક વાંચવું જરૂરી છે.’ – એની એપલબૉમ, ‘ગુલાગ: અ હિસ્ટ્રી’ના લેખક, પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા.
- ‘એક માસ્ટરપીસ. આ પુસ્તક ક્લાસિક તરીકે પેઢીઓ સુધી વાંચવામાં આવશે. – જ્યુઇશ ક્રોનિકલ
- ‘એપિક, મુવિંગ અને મહત્વપૂર્ણ’ : રોબર્ટ હેરિસ
- ‘એક આધુનિક ક્લાસિક’: ઓબ્ઝર્વર
- એક અવિસ્મરણીય મહાકાવ્યનું પુસ્તક: ‘ડેઇલી મેઇલ’
આ પુસ્તકને 5માંથી 4.8 સ્ટારનું રેટીંગ મળેલું છે.
લેખક પરિચય
ડેનિયલ ફિન્કેલસ્ટાઇન બ્રિટિશ પત્રકાર અને ઓફીનીયન રાઇટર છે. ધ ટાઇમ્સના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર ડેનિયલે ચાર વખત પોલિટિકલ કોલમિસ્ટ ઓફ ધ યર રહ્યા છે. તેઓ તાજેતરમાં ચેલ્સિ ફૂટબોલ ક્લબના બોર્ડમાં જોડાયા છે. તેમને 2013માં હાઉસ ઓફ લોર્ડ્સમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Product details
Book: Hitler, Stalin, Mum and Dad: A Family Memoir of Miraculous Survival
Author: Daniel Finkelstein
Publisher: William Collins
Price: £19.29