વિન્સ્ટન ચર્ચિલ 1896માં તેમની રેજિમેન્ટ સાથે બોમ્બેમાં ઉતર્યા ત્યારથી લઇને 1947માં સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યાં સુધી ભારત સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. પરંતુ તેઓ શા માટે શા માટે ભારત અને ભારતીયો પ્રત્યે આટલો પ્રતિશોધ ધરાવતા હતા?
ચર્ચીલ સિવાય અન્ય કોઈ બ્રિટિશ રાજનેતાનો ભારતીય ઉપ-ખંડ સાથે આટલો લાંબો સંબંધ નહોતો અથવા તો તેમના રાજકારણમાં આટલી સતત અને હાનિકારક રીતે દખલગીરી કરી હતી. ચર્ચિલે ભારતની સ્વતંત્રતા તરફના તમામ પગલાને તોડફોડ કરી રદ કરવાનો પ્રયાસ કર્યો હતો. 1930ના દાયકામાં તેમણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટને અપંગ બનાવ્યો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વડા પ્રધાન તરીકે, ચર્ચિલે પડદા પાછળથી સ્વતંત્રતા સંગ્રામને નુકશાન કરી આઝાદી આપવામાં એક દાયકાનો વિલંબ કર્યો હતો. આજ દિન સુધી તેઓ સૌ ભારતીયો માટે ‘સામ્રાજ્યવાદી’ વિલન બની રહ્યા છે, જેઓ બંગાળના દુષ્કાળ માટે વ્યક્તિગત રીતે જવાબદાર હતા.
આ પુસ્તક ચર્ચિલને સૌથી વધુ ખરાબ, ક્રૂર, અવરોધક અને સ્વાર્થી રાજનેતા તરીકે દર્શાવે છે. આ જ ચર્ચીલ કોલોનિયલ ઓફિસમાં ઉદારવાદી હતા, બોઅર્સ અને આઇરિશ લોકો માટે કારકિર્દી જોખમમાં મૂકી હતી તો મધ્ય પૂર્વમાં સ્વતંત્રતા આપવા ઝડપ કરી હતી. પણ શા માટે તેઓ ભારત પ્રત્યે આટલી વિચિત્ર રીતે દુશ્મનાવટ ધરાવતા હતા?
પુસ્તક સમિક્ષા
- પુસ્તકના લેખક પ્રશંસનીય રીતે ખુલ્લા મન સાથે સંવેદનશીલ, મહેનતું ઈતિહાસકાર છે અને ભારત પ્રત્યેના ચર્ચિલના વલણ પર બહાદુરીપૂર્વક સવાલ ઉઠાવવા અને તેને જાતિવાદી ગણાવવા બદલ અભિનંદનને પાત્ર છે. આ પુસ્તક વિવાદાસ્પદ છે, પરંતુ તે સાવચેત કરે છે અને ખાતરી અપાવે છે. – ગેરાર્ડ ડીગ્રુટ, ધ ટાઇમ્સ.
- વોલ્ટર રેઇડ હિટલર સામેની લડાઈનું નેતૃત્વ કરનાર વ્યક્તિની આસપાસના અસંખ્ય વિવાદોને સંદર્ભ આપે છે.’ – ધ ઈન્ડિપેન્ડન્ટ, ‘જાન્યુરી બુક્સ ઑફ ધ મંથ’
- ચર્ચિલ અને ભારતની વાજબી અને સહાનુભૂતિપૂર્ણ પરીક્ષા આ પુસ્તકમાં રજૂ કરાઇ છે. – સ્કોટ્સમેન
- ‘ભારત વિશે ચર્ચિલના મંતવ્યો અને ક્રિયાઓનું એક માસ્ટરફુલ એક્સપોઝર આ પુસ્તક છે’ – ધ એશિયન એજ.
- પુસ્તક એક મહત્વપૂર્ણ અને અત્યંત લાભદાયી હિસાવ છે.’ – ડેક્કન ક્રોનિકલ.
- ‘આ દિવસોમાં અને યુગમાં, ચર્ચિલ એક વિવાદાસ્પદ વ્યક્તિ છે. તેમને બ્રિટનમાં એક મહાન દેશભક્ત તરીકે જોવામાં આવે છે. પરંતુ ભારતમાં એક પ્રાચીન સામ્રાજ્યવાદી ખલનાયક કરતાં ઓછા ગણાતા નથી. ભારત પ્રત્યે ચર્ચિલના વલણની તપાસ કરવા માટે રીડે ભમરીઓના માળામાં હાથ નાખ્યા છે. – મનોજ જોષી, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન, નવી દિલ્હી
લેખક પરિચય
રોયલ હિસ્ટોરિકલ સોસાયટીના ફેલો વોલ્ટર રીડ ઓક્સફર્ડ અને એડિનબરાની યુનિવર્સિટીઓમાં ભણેલા ઇતિહાસકાર છે. તેમણે ‘નેવિલ ચેમ્બરલેન: ધ પેશનેટ રેડિકલ’ સહિત બ્રિટિશ રાજકારણ અને ઇતિહાસ પર અનેક વખાણાયેલા પુસ્તકો લખ્યા છે. તેઓ સ્કોટલેન્ડમાં ઘેટાં અને ઢોરનો ઉછેર કરે છે અને ફ્રાન્સમાં ઓલિવ પણ ઉગાડે છે.
Book: Fighting Retreat – Churchill and India
Author: Walter Reid
Publisher: C Hurst & Co Publishers Ltd
Price: £25