ફાઇલ ફોટો: મહમૂદ કામની (Photo: Jerritt Clark/Getty Images)

જો ફાસ્ટ-ફેશન રિટેલરની નવી વિકાસ યોજના આગામી થોડા વર્ષોમાં તેની માર્કેટ કેપ બેક £5 બિલિયન સુધી વધારી દે તો બૂહૂ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન લિટલને £50 મિલિયનના શેર મળી શકે છે.

બૂહૂએ કરેલી જાહેરાત મુજબ નવી પ્રોત્સાહક યોજના કર્મચારીઓને આપવામાં આવતા શેરમાં £175 મિલિયન સુધીનો વધારો જોઈ શકે છે. જેમાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર શોન મેકકેબેને £25 મિલિયન, સહ-સ્થાપક કેરોલ કેનને £20 મિલિયન અને બૂહુ બ્રાન્ડ્સના ચીફ એક્ઝિક્યુટિવ સમીર કામાનીને £12.5ના શેર મળશે તેમ લાગે છે.

લિટલ અગાઉની યોજના હેઠળ 2024માં £50 મિલિયન સુધીના મૂલ્યના શેર મેળવવા માટે લાઇનમાં હતા. જો લેસ્ટરમાં ફેક્ટરીઓમાં ઓછા પગાર સહિત તેના સપ્લાયરો દ્વારા પૂરી પડાતી કામ કરવાની નબળી સ્થિતિ અંગે 2020માં બૂહૂએ તેની માર્કેટ કેપમાંથી £2 બિલિયન ગુમાવ્યા હતા.

બૂહૂએ રોગચાળાના લોકડાઉન વખતે વિકાસ કરવા ઉપરાંત વેચાણમાં રેકોર્ડ વધારો કર્યો હતો અને કારેન મિલેન, ઓએસિસ, વેરહાઉસ અને ડેબેનહામ્સ, ડિપાર્ટમેન્ટ સ્ટોર ચેઇન સહિતની બ્રાન્ડ્સ ખરીદી હતી.

LEAVE A REPLY