“છેલ્લા કેટલાક દિવસોમાં ચેપના દરના સ્તરમાં નોંધપાત્ર ફેરફાર થયા બાદ, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બોલ્ટન અને ટ્રેફર્ડમાં હાલના નિયંત્રણો ચાલુ રાખવામાં આવશે’’ એમ હેલ્થ એન્ડ કેર સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું.
“તાજેતરના ડેટાની સમીક્ષા કર્યા પછી સ્થાનિક નેતાઓના સહયોગથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમે સતત આખા દેશમાં ફાટી નીકળેલા રોગચાળાની દેખરેખ રાખીએ છીએ, અને છેલ્લી સમીક્ષા પછીથી બોલ્ટનમાં ચેપના દરમાં ત્રણ ગણાથી વધુ વધારો થયો છે અને ટ્રેફર્ડમાં બમણો વધારો થયો છે.’’
મેટ હેનકોકે જણાવ્યું હતું કે “અમે હંમેશાં સ્પષ્ટ કર્યું છે કે રોગચાળાને ડામવા જરૂર પડશે તો અમે ઝડપી અને નિર્ણાયક પગલા લઈશું. જો આપણે સાથે મળીને કામ કરીશું તો દરને નીચે લાવી શકીશું. હું દરેકને નિયમોનું પાલન કરીને તેમની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખવા માટે વિનંતી કરું છું. જો તમને લક્ષણો હોય તો ટેસ્ટ કરાવો અને જરૂર જણાય તો સેલ્ફઆઇસોલેટ થાવ અને સામાજિક અંતરનો અમલ કરો.”