હિન્દી સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન મંગળવાર, 11 ઓક્ટોબરે 80 વર્ષના થઈ ગયા હતા. બિગ બી પર તેમના જન્મદિને શુભેચ્છાની વર્ષા થઈ હતી. આજે પણ તેમની લોકપ્રિયતા એટલી જ છે.પાંચ દાયકાથી વધુ સમયથી દર્શકોનું મનોરંજન કરી રહેલા અમિતાભ બચ્ચનની કારકિર્દી અનેક ઉતાર-ચઢાવથી ભરપૂર રહી છે. સ્ટારડમની ટોચ પર હોવાથી લઈને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સંઘર્ષને એમ આ સુપ્રસિદ્ધ અભિનેતાએ તેના જીવનમાં બધું જોયું છે. કુલીના સેટ પર મૃત્યુ સાથે ટક્કર હોય, તેમની કારકિર્દીમાં અસફળતા હોય કે પછી એબીસીએલની હાર હોય, બિગ બીને અનેક વખત નિરાશાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ફિનિક્સની જેમ પીઢ અભિનેતા દરેક વખતે મુશ્કેલીઓનો દ્રઢતાથી સામનો કરી ઉભરી આવ્યા છે અને મજબૂત બન્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને તેમને “ભારતની સૌથી નોંધપાત્ર ફિલ્મી હસ્તીઓમાંથી એક” ગણાવ્યા હતા. મોદીએ ટ્વીટર પર અભિનંદન આપતાં લખ્યું હતું કે “અમિતાભ બચ્ચનજીને 80મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ ભારતની સૌથી નોંધપાત્ર ફિલ્મ હસ્તીઓમાંના એક છે જેમણે પેઢીઓથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે અને મનોરંજન કર્યું છે. તેઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે તેવી પ્રાર્થના.
પીઢ અભિનેતાની પુત્રી શ્વેતા બચ્ચને પણ સોશિયલ મીડિયા પર તેમના “ગ્રાન્ડ ઓલ્ડ મેન”ને હાર્દિક સંદેશ લખ્યો હતો. શ્વેતાએ તેમના પિતા સાથે વિતાવેલી બાળપણની યાદો તથા હરવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચન સાથે બચ્ચનની તસવીરો શેર કરી હતી. તેણીએ આબિદા પરવીન અને નસીબો લાલના ગીત ‘તુ ઝૂમ’ના ફોટો શેર કર્યો હતો.
અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને બાલાજી મોશન પિક્ચર્સે કહ્યું હતું, ‘ 80 વર્ષમાં જન્મદીનના પ્રસંગે બિગ બીની નવી ફિલ્મ ‘ગુડબાય‘ પરિવાર સાથે માત્ર 80 રૂપિયામાં જોઈ શકો છો.