24 ફેબ્રુઆરી 2022ના રોજ જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો ત્યારે આખું વિશ્વ ચોંકી ગયું હતું.મહિનાઓથી ચાલી રહેલા તણાવની વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર સૈન્ય હુમલો કર્યો હતો. પછી સતત એરસ્ટ્રાઈક અને ધમાકાની સતત ખબરોએ દુનિયા હચમચી ગઇ હતી. પરંતુ પોતાના સોંદર્યને કારણે યુક્રેન ભારતીય ફિલ્મોના શૂટિંગ માટે યુક્રેન પ્રથમ પસંદગીનો દેશ રહ્યો છે. સલમાન ખાનથી લઈને અક્ષયકુમાર સુધીની ફિલ્મો યુક્રેનમાં શૂટ કરવામાં આવી હતી.
યુક્રેનમાં બોલિવૂડની અનેક ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મોમાં યુક્રેનના સુંદર લોકેશનનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2021માં કોવિડ-19 દરમિયાન રશિયા અને યુક્રેને ટૂરિસ્ટોને આવવાની મંજૂરી આપી હતી, જેના કારણે આરઆરઆરના મેકર્સે પણ કેટલાક સીનનું શૂટિંગ યુક્રેનમાં કર્યું હતું. સાવચેતીપૂર્વક સંપૂર્ણ આયોજન કરીને આરઆરઆરની ટીમ યુક્રેન ગઈ હતી અને આઈકોનિક નાટૂ નાટૂ… ગીતનું શૂટિંગ પણ ત્યાં જ કરવામાં આવ્યું હતું. એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી આરઆરઆરની રિલીઝ કોરોનાને કારણે રોકી દેવામાં આવી હતી. પરંતુ હવે તે, 25 માર્ચ 2022ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં એનટી રામા રાવ જૂનિયર, રામ ચરણ, અજય દેવગન અને આલિયા ભટ્ટે અભિનય કર્યો છે.
ટાઈગર-3 પણ હજુ રિલીઝ નથી થઈ પરંતુ સલમાન ખાન અને કેટરિના કેફ સ્ટારર આ ફિલ્મના કેટલાક ભાગોનું શૂટિંગ યુક્રેનમાં કરવામાં આવ્યું છે. સલમાન ખાન અને કેટરિના કૈફની આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.અક્ષય કુમાર, રજનીકાંત અને એમી જેક્સનની ફિલ્મ 2.0ના એક ગીતનું શૂટિંગ પણ યુક્રેનમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમારે નેગેટિવ રોલ કર્યો હતો. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી. તેલુગુ ફિલ્મ વિનરનું શૂટિંગ પણ યુક્રેનમાં થયું હતું. સાંઈ ધરમ અને રકુલ પ્રીત સિંહની આ ફિલ્મમાં યુક્રેનના ઘણા સુંદર લોકેશન બતાવવામાં આવ્યા છે.