બોઇંગ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ડેવ કોલહૌને શુક્રવારે કર્મચારીઓને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકાભરમાં કંપનીમાં અશ્વેત કર્મચારીઓની સંખ્યા 20 ટકા વધારવા ઇચ્છે છે અને અન્ય રંગના લોકોને નોકરી પર રાખવા માટેના આદેશના લક્ષ્યાંકમાં વધારો કરવા ઇચ્છે છે. પોલીસ દ્વારા બ્લેક લોકોની હત્યા કરવામાં આવતા વંશવાદ વિરોધી પ્રદર્શનોના પગલે યુએસ કોર્પોરેશન્સ હવે વંશીય સમાનતા સંબંધિત ફરિયાદોને વધુ જવાબદારીપૂર્વક પ્રતિભાવ આપી રહેલ છે.
શિકાગોમાં કોર્પોરેટ હેડક્વાર્ટર અને વોશિંગ્ટન તેમ જ સાઉથ કેરોલિનાની સૌથી મોટી ફેક્ટરીઓ ધરાવતી મોટાગજાના સંરક્ષણ કરાર કરનાર બોઇંગમાં થયેલા ફેરફારો આ મુદ્દાને ધ્યાનમાં લેવા વિમાન ઉત્પાદક દ્વારા પ્રથમ મજબૂત પગલાંને લક્ષિત કરે છે.પોતાના નિવેદનમાં કૌલ્હાને જણાવ્યું હતું કે, ‘અમે સમજીએ છીએ કે અમારે કરવાનું કામ છે.’ આ નિવેદન નાગરિક અધિકારોના નેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની ‘આઇ હેવ એ ડ્રીમ’ પ્રવચનની 57મી એનિવર્સરી નિમિત્તે જાહેર કરવામાં આવ્યું હતું અને તેમાં વિસ્કોન્સિનમાં જેકબ બ્લેકના પોલીસ ગોળીબારની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બોઇંગે અત્યારી તેમના અશ્વેત કર્મચારીઓની સંખ્યા અથવા નવી યોજના માટેના સમયની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.વિમાન નિર્માતાએ કોવિડ-19ના કારણે ઊભી થયેલી આર્થિક પરિસ્થિતિ અને બે જીવલેણ દુર્ઘટના પછી 737 MAX ની 17 મહિનાની ગ્રાઉન્ડિંગના વિવાદના કારણે હજારો કામદારોને છૂટા કર્યા હતા. નિવેદનમાં કૌલ્હને વધુમાં જણાવ્યું હતું કે, કંપની તેની નીતિઓને માર્ગદર્શન આપવા માટે એક આંતરિક વંશીય ન્યાયિક વૈચારિક જૂથની સ્થાપના કરશે.
કોમર્શિયલ એરપ્લેન્સ ચીફ એક્ઝિક્યુટિવ સ્ટેન ડીલે કર્મચારીઓને કરેલા ઇમેઇલ અનુસાર 23 જૂનના રોજ, બોઇંગની એવરેટ્ટ ફેક્ટરીના મેનેજરે તેમના વર્ક સ્ટેશનમાં ‘વંશવાદી ચિહ્નો’ જોવા મળ્યા હતા, જે અંગેની રોઇટર્સને માહિતી મળી હતી. આ ઘટનાથી પરિચિત વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ મેનેજર બ્લેક છે.ડીલે જણાવ્યું હતું કે, કંપનીએ આ બાબતે આંતરિક તપાસ શરૂ કરી હતી અને આ મામલો પોલીસને સોંપ્યો હતો.