બેન્ક ઑફ ઇંગ્લેન્ડ ગુલામોના વેપારમાં સામેલ તેના ભૂતપૂર્વ ગવર્નરો અને ડિરેક્ટરોના “અક્ષમ્ય જોડાણો” માટે માફી માંગી છે. બેંકે કહ્યું કે તે ગુલામો સાથે કડીઓ ધરાવતા ગવર્નરોના ફોટા ઉતારી લેશે. ગુલામોના માલિકો અને ગુલામીના અન્ય લાભાર્થીઓના ડેટાબેઝમાં 11 ભૂતપૂર્વ ગવર્નર્સ અને 16 ડિરેક્ટરનો સમાવેશ થાય છે જેને યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
તેમાં 1839-41 દરમિયાન બેન્કના ગવર્નર રહેલા સર જોન રાય રીડનો સમાવેશ થાય છે જેમને 1833માં ગુલામી નાબૂદ કરાઇ ત્યારે 3,112 ગુલામોને મુક્ત કરવાથી થયેલા નુકસાન માટે £63,050નું વળતર મળ્યું હતું. જે આજના £7 મિલીયન થાય છે. આ ઉપરાંત ગ્રેનેડામાં ખેતી કરાવતા થોમસન હેન્કી જુનિયર અને તેમના સંબંધીઓ છે. જેમને 318 ગુલામોના નુકસાન માટે £8,790 અને બીજાના મોર્ગેજ તરીકે 206 ગુલામોના નુકસાન બદલ £6,212 એનાયત કરાયા હતા. જે આજના લગભગ £ 1.8 મિલિયન જેટલા છે.