સન અખબારમાં લખતા, વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે ‘’ ‘હવે આ બહુ થયું. આ યોજના ઘરે રહેલા લોકો માટે અને જેઓ આશ્રય માટે કાયદેસર દાવો કરે છે તેમના માટે વાજબી છે. યુકે સૌથી વધુ જરૂરિયાતવાળા લોકોનું સ્વાગત કરવાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. આ નવા પગલાં ઘરે રહેતા લોકો અને આશ્રય માટે કાયદેસરનો દાવો કરનારાઓ માટે ન્યાયી છે. નાની બોટોમાં યુકે આવતા લોકો સીધા યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભાગી રહ્યા નથી અથવા તેઓ જીવના જોખમોનો સામનો કરી રહ્યા નથી. તેના બદલે, તેઓ ચેનલ પાર કરતા પહેલા સલામત રીતે અને યુરોપીયન દેશોમાંથી મુસાફરી કરી ચૂક્યા છે. હકીકત એ છે કે તેઓ આમ કરીને જેઓ અહીં કાયદેસર રીતે આવે છે તેમના પર અન્યાય કરી છે અને તે પૂરતું છે.”
સુનકે ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘’આ યોજનાઓ આવા લોકોને સ્પષ્ટ સંકેત મોકલશે કે જો તમે આ દેશમાં ગેરકાયદેસર રીતે આવો છો, તો તમને ઝડપથી દૂર કરવામાં આવશે. આ યોજના દાણચોરોના બિઝનેસ મોડલને તોડવામાં મદદ કરશે. કોઈ ભૂલ કરતા નહિં, જો તમે અહીં ગેરકાયદેસર રીતે આવો છો, તો તમે અહિં રહી શકશો નહીં. મેં ગેરકાયદેસર સ્થળાંતરના મુદ્દાને મારી ટોચની પાંચ પ્રાથમિકતાઓમાંનો એક બનાવ્યો છે. બ્રિટિશ કરદાતાઓ માટે, જેઓ કાયદેસર રીતે આવે છે તેમના માટે ગેરકાયદેસર સ્થળાંતર વાજબી નથી. ગુનાહિત ટોળકીને તેમનો અનૈતિક વેપાર ચાલુ રાખવા દેવો જોઈએ તે યોગ્ય નથી. હું બોટ રોકવા માટેનું મારું વચન પૂરું કરવા માટે કટિબદ્ધ છું.’’
હોમ સેક્રેટરી બ્રેવરમેને ‘સન ઓન સન્ડે’માં લખ્યું હતું કે ‘’બ્રિટિશ લોકો આ મુદ્દાને ઉકેલવા માંગે છે. તેઓ અઘરી વાતો અને અપૂરતી કાર્યવાહીથી વ્યથિત છે. આપણે બોટઓમાં થતું આગમન બંધ કરવું જોઈએ. તેથી જ હું અને વડાપ્રધાન આ કટોકટીનો ઉકેલ લાવવા માટે જરૂરી અને અસરકારક કાયદાઓ લાવવા કામ કરી રહ્યા છે. અને આ બિલ આંતરરાષ્ટ્રીય કાયદાની સીમાઓને તોડ્યા વિના આગળ ધપાવશે. ગેરકાયદેસર રીતે આવે તેને અટકાયતમાં લઇ ઝડપથી દૂર કરાશે. અમારા કાયદા હેતુ અને વ્યવહારમાં સરળ હશે અને યુકે આવવાનો એકમાત્ર રસ્તો સલામત અને કાનૂની માર્ગ હશે. અત્યાર સુધી, વિરોધી લેબરે ગેરકાયદેસર સ્થળાંતરને રોકવાના દરેક પ્રયાસનો વિરોધ કર્યો છે. હું અને વડા પ્રધાન આ બિલ કાર્ય કરે છે તેની ખાતરી કરવા માટે અથાક કામ કરી રહ્યા છીએ.”
ગયા વર્ષે 45,000થી વધુ લોકો ચેનલ ક્રોસિંગ દ્વારા યુકેમાં પ્રવેશ્યા હતા. જે સંખ્યા 2018માં લગભગ 300 હતી. જેના કારણે સરકાર પર આ મુદ્દાને હલ કરવા દબાણ થયું હતું.