યુકેની સૌથી મોટી લિસ્ટેડ 150 કંપનીઓના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક પામેલા પ્રથમ વખતના ડિરેક્ટર્સ, મહિલાઓ અને લઘુમતી વંશીય ઉમેદવારોનું પ્રમાણ ગયા વર્ષે ઝડપથી ઘટ્યું હતું, એમ રિક્રુટમેન્ટ ફર્મ સ્પેન્સર સ્ટુઅર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે. કંપનીઓએ અનિશ્ચિતતાના સમયમાં અગાઉનો અનુભવ ધરાવતા લોકોને નોકરી પર રાખવાનું પસંદ કરતા આમ થયું છે.
સ્પેન્સર સ્ટુઅર્ટના 2023 યુકે બોર્ડ ઇન્ડેક્સ દર્શાવે છે કે વાર્ષિક ધોરણે લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના નોન-એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર્સનું પ્રમાણ 44 ટકા ઓછું, મહિલાઓનું પ્રમાણ 15 ટકા ઓછું અને પ્રથમ વખત નિમણૂંક પામેલા લોકોની સંખ્યા 30 ટકા ઓછી હતી. ચીફ એક્ઝિક્યુટિવ અને ચેર લેવલ પર માત્ર ત્રણ મહિલાઓ અને વંશીય લઘુમતીમાંથી એક પણ વ્યક્તિને આ સમયગાળામાં 20 ચીફ એક્ઝિક્યુટિવ નિમણૂકો માટે લેવામાં આવ્યા ન હતા. અગાઉના વર્ષની સરખામણીમાં 2023માં અધ્યક્ષની નિમણૂકની સંખ્યા બમણી હતી પરંતુ 18 પુરૂષોની સામે માત્ર ચાર મહિલાઓની નિમણૂક કરવામાં આવી હતી. તુલનાત્મક રીતે, 2022 માં છ મહિલાઓ અને પાંચ પુરુષોની નિમણૂક કરવામાં આવી હતી.
સરેરાશ ચીફ એક્ઝિક્યુટિવનો કાર્યકાળ 2021થી 12 ટકા ઘટીને 5.1 વર્ષ થયો છે. ડેટા દર્શાવે છે કે નવી જગ્યાઓ ભરવા માટે મહિલાઓને વધુ લાવવામાં આવી રહી છે.