પૃથ્વીના વિષુવવૃત્તથી લઇને ધ્રુવો સુધીના તમામ મહાસાગરો સૂર્યપ્રકાશ દ્વારા સંચાલિત એક જ એન્જિન સમાન છે જેને આપણે એક બ્લ્યુ મશીન કહી શકીએ છીએ. આ વિશાળ સમુદ્રરૂપી એન્જિન પોતે શું કરે છે, તે શા માટે કામ કરે છે અને પ્રાણીઓ, હવામાન અને માનવ ઇતિહાસ અને સંસ્કૃતિને કેટલી રીતે પ્રભાવિત કરે છે તે માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું.
આ પુસ્તક આપણા ગ્રહની નિર્ધારિત વિશેષતા વિશેના આપણા દૃષ્ટિકોણને રજૂ કરે છે. ભૌતિકશાસ્ત્રી હેલેન ઝેર્સ્કી સમુદ્રના એન્જિનના અસ્પષ્ટ ઊંડાણોને પ્રકાશિત કરવા માટે આપણને સમુદ્રની ઊંડાઇ સુધી લઇ જાય છે અને તેમાં રહેતા જીવો અને સંસ્કૃતિની માહિતી આપે છે. હેલેન આપણને સેંકડો વર્ષો સુધી જીવી શકે તેવા ગ્રીનલેન્ડ શાર્ક સહિત પેસિફિકમાં નેવિગેટ કરતા પ્રાચીન પોલિનેશિયનોનો પરિચય કરાવે છે. તેઓ સમુદ્રના વિશાળ પ્રવાહો, સમુદ્રની અદ્રશ્ય દિવાલો અને પાણીની અંદરના ધોધ સાથે મહાસાગરની જટિલ, એકબીજા સાથે જોડાયેલી સિસ્ટમનો પરિચય કરવે છે. પુસ્તક બ્લુ મશીન સમુદ્રના નાગરિક હોવાનો અર્થ શું છે તેના પર એક નવો પરિપ્રેક્ષ્ય રજૂ કરે છે. હેલેન પૃથ્વીના નિર્ધારિત લક્ષણની તીવ્રતા અને સૂક્ષ્મતાને કેપ્ચર કરીને તે આપણા ભવિષ્ય માટે નિર્ણાયક છે તેવી સમજ આપે છે.
પુસ્તક સમિક્ષા
- આ સુંદર રીતે લખાયેલ, વ્યાપક માર્ગદર્શિકા દર્શાવે છે કે કેવી રીતે દરિયાની ઊંડી હિલચાલ હજારો વર્ષોથી અણધારી રીતે આપણા જીવન પર શાસન કરે છે: ધ ટાઈમ્સ બુક ઓફ ધ વીક.
- સુંદરતાથી કહેલી વાતોની ઝાકઝમાળ… ઉત્કૃષ્ટ… તેના વાચકો દરિયાને નવેસરથી જોશે: હોરાશિયો ક્લેર, ટેલિગ્રાફ
- ‘મેં વાંચેલા શ્રેષ્ઠ પુસ્તકોમાં બ્લુ મશીન એકદમ સરળ છે.’: ડૉ. જ્યોર્જ મેકગેવિન, ઝૂઓલોજીસ્ટ, એન્ટોમોલોજીસ્ટ અને બ્રોડકાસ્ટર.
લેખક પરિચય
લેખક હેલેન ઝર્સ્કીનો જન્મ માન્ચેસ્ટરમાં થયો હતો. તેઓ યુનિવર્સિટી કોલેજ લંડનમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર છે. એક ભૌતિકશાસ્ત્રી તરીકે, તેઓ હવામાન અને આબોહવા પરના તેમના પ્રભાવને સમજવા માટે સમુદ્રમાં તરંગો તોડવાથી પેદા થતા પરપોટાનો અભ્યાસ કરે છે. હેલેન 2011થી બીબીસી ટીવી સાયન્સ ડોક્યુમેન્ટ્રીઝની નિયમિત પ્રેઝન્ટર છે. તેઓ ઓશન મેટર્સ પોડકાસ્ટ પણ હોસ્ટ કરે છે, જે કોસ્મિક શેમ્બલ્સ નેટવર્કનો ભાગ છે, અને ફુલ ચાર્જ્ડ શો માટેના પ્રેઝન્ટર્સમાંના એક છે. તેઓ 2017થી વોલ સ્ટ્રીટ જર્નલ માટે સાયન્સના કટારલેખક તરીકે સેવાઓ આપે છે અને બેસ્ટ સેલિંગ સ્ટોર્મ ઇન અ ટીકપ: ધ ફિઝિક્સ ઓફ એવરીડે લાઇફ, બબલ્સ: એ લેડીબર્ડ એક્સપર્ટ બુક અને બ્લુ મશીન: હાઉ ધ ઓશન શેપ્સ અવર વર્લ્ડના લેખક પણ છે. તેઓ લંડનમાં રહે છે.
- આ પુસ્તકને 5માંથી 4 સ્ટારનું રેટીંગ મળ્યું છે. તથા બોટની અને પ્લાન્ટ ઇકોલોજીમાં #1 બેસ્ટ સેલર તરીકે પસંદ થયું છે.
Product details
Book: Blue Machine: How the Ocean Shapes Our World
Author: – Helen Czerski
Publisher: Torva
Price: £20.00