લંડનની વિવિધ હોસ્પિટલોની માંગને પહોંચી વળવા દર વર્ષે અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના મળીને કુલ આશરે 135,000 નવા રક્ત દાતાઓની જરૂર છે ત્યારે લંડનના મેયર સાદિક ખાને લંડનવાસીઓને રક્તદાન કરવા વિનંતી કરી છે.
યુકેમાં લંડનમાં સિકલ સેલના દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે જે બ્લેક કેરેબિયન અને બ્લેક આફ્રિકન વારસાના લોકોને અપ્રમાણસર અસર કરે છે. મેયર લંડનના લોકોને દાતા બનવા પ્રોત્સાહિત કર્યા હતા.
જીવનરક્ષક સારવાર માટે રક્ત પુરવઠો ચાલુ રાખવા માટે આગામી પાંચ વર્ષમાં લંડનમાં દર વર્ષે ઓછામાં ઓછા 40,000 નવા રક્તદાતાઓની જરૂર પડશે. સાદિકે NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) સાથે રોયલ ડોક્સ ખાતે સિટી હોલના નવા સ્થાન પર સૌપ્રથમ બ્લડ ડ્રાઈવ યોજવા માટે કામ કર્યું હતું.
દેશમાં તમામ સમુદાયો અને પૃષ્ઠભૂમિના લોકો રક્ત આપે છે, પરંતુ છેલ્લા વર્ષમાં પાંચ ટકા કરતાં ઓછા રક્તદાતાઓ અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય સમુદાયોના હતા.