લંડનમાં વેસ્ટમિન્સ્ટર સ્થિત પાર્લામેન્ટ સ્કવેરમાં આવેલી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાના હાથોમાં “બ્લેક લાઇવ્સ મેટર” વિરોધ પ્રદર્શન કરતા લોકોએ પ્લેકાર્ડ મૂકી અભદ્ર વર્તણુંક કરાતા લોકોમાં અને ખાસ કરીને ભારતીયોમાં વ્યાપક રોષ વ્યાપી ગયો હતો.
ભારતીય હાઈ કમિશને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે તેઓ યુકેના અધિકારીઓ સાથે નવ ફૂટ ઉંચી કાંસાની ગાંધી પ્રતિમા સાથે કરાયેલી છેડછાડ બાબતે રજૂઆત કરશે. અરૂણ જેટલી ભારતના નાણાં પ્રધાન હતા ત્યારે 2015માં અરૂણ જેટલી દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યું હતું.
યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની પ્રતિમા પણ “રેસિસ્ટ” શબ્દોથી ચિતરવામાં આવી હતી. ગાંધીજીની જેમ જ સાઉથ આફ્રિકાની સ્વાતંત્ર્ય ચળવળના નેતા નેલ્સન મંડેલાની પ્રતિમાને નિશાન બનાવી અભદ્ર વર્તણુંક કરવામાં આવી હતી.