ફાઇનાન્સીયલ, લીગલ, પ્રોફેશનલ સર્વિસીસ, ટેકોનોલોજી ઇન્ડસ્ટ્રી અને અન્ય ઑફિસ બેઝ્ડ રરોલ પર કામ કરતા લગભગ અડધા કરતા સહેજ વધુ શ્યામ કામદારો નોકરીના સ્થળે જાતિવાદનો ભોગ બને છે જે તેમના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને અસર કરે છે એમ એક અહેવાલમાં જાણવા મળ્યું છે.
લોઈડ્સ બેન્કિંગ ગ્રૂપ અને સિટી મેન્ટલ હેલ્થ એલાયન્સના સહકારથી યુગોવ દ્વારા શ્યામ અથવા વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના 1,076 કર્મચારીઓ, તેમજ સમાન નોકરીઓ પર કામ કરતા 301 શ્વેત બ્રિટીશ કર્મચારીઓના જૂથનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રતિભાવ આપનારાઓમાંના 45 ટકા શ્યામ લોકો, ઇસ્ટ એશિયન પૃષ્ઠભૂમિના 26 ટકા અને મિશ્ર જાતિના 24 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કામ પર જાતિવાદને અનુભવે છે. તેમાંથી મોટાભાગના લોકોએ કહ્યું હતું કે ભેદભાવથી તેમના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને “ખૂબ મોટી, મોટી અથવા મધ્યમ હદ”ની અસર થાય છે. સિટી મેન્ટલ હેલ્થ એલાયન્સના ચીફ એક્ઝિક્યુટિવ, પોપી જમાને જણાવ્યું હતું કે ‘’આ તારણો આશ્ચર્યજનક નથી પણ હજી પણ અસ્વસ્થ છે”.
લોયડ્સના સસ્ટેઇનેબલના ડિરેક્ટર ફિઓના કેનને જણાવ્યું હતું કે “જ્યારે આપણે માનસિક સ્વાસ્થ્ય માટે ઇન્ક્લુઝીવ અભિગમ અપનાવીએ છીએ, ત્યારે આપણે જાણીએ છીએ કે આપણા શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય સાથીઓને વિશિષ્ટ પડકારોનો સામનો કરવો પડે છે જે તેમના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને અસર કરી શકે છે.’’