ધ ઇન્ડિપેન્ડન્ટ અખબાર દ્વારા કરાયેલ એક વિશેષ તપાસમાં જણાયં છે કે અશ્વેત અને એશિયન ભાડૂતોને બ્રિટનમાં ખરાબ આવાસનો ભોગ બનવું પડે છે અને ઘણી વખત તો તેમને જબરદસ્તીથી બહાર કાઢવામાં આવે છે અને ભાડૂતોનો વંશીય અસમાનતાઓનો સામનો કરવો પડે છે.
રોશડેલમાં એક બેડરૂમના ફ્લેટમાં મોલ્ડને કારણે અશ્વેત બાળક, આવાબ ઇશાકના મૃત્યુ બાદ વ્યાપક વિરોધ બાદ આ તપાસ શરૂ કરાઇ હતી. એક્સક્લુસિવ રીસર્ચ દર્શાવે છે કે અશ્વેત અને લઘુમતીના વંશીય ભાડૂતો તેમના મકાનમાલિકોના ગેરકાયદેસર વર્તનનો ભોગ બને તેવી શક્યતા વધુ છે. તપાસમાં જણાયું છે કે પાંચ જણના કુટુંબને એક બેડરૂમના મોલ્ડવાળા ફ્લેટમાં રહેવા દબાણ કરવામાં આવ્યું હતું. વર્ષોથી અશ્વેત અને એશિયન રહેવાસીઓની ફરિયાદોને મકાનમાલિકો અવગણવામાં આવી હતી. ભાડૂતો માને છે કે તેમની સાથે શ્વેત પડોશીઓ કરતા અલગ રીતે વર્તન કરાય છે. એક અશ્વેત ખાનગી ટેનન્ટે છત લીક થતી હોવાની ફરિયાદ કર્યા બાદ તે નીચે પડી ગઈ હતી અને પછી તેમને ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.
ચેરીટી સંસ્થાઓએ ભાડૂતોને ભેદભાવનો સામનો કરવો ન પડે તે માટે સરકારને કાયદો ઘડવા તાત્કાલિક પગલાં લેવાની હાકલ કરી છે.
હાઉસિંગ ઓમ્બડ્સમેનની તપાસમાં જણા0યું હતું કે 12,000 ઘરો ધરાવતી એક કંપનીના સ્ટાફનું ભાડૂતો સાથે “પૂર્વગ્રહ, આળસુ ધારણાઓ અને સાયલમ સિકર્સ અને શરણાર્થીઓ પ્રત્યેનું વલણ સંપૂર્ણપણે અસ્વીકાર્ય હતું અને તેમના માથા પર છત મેળવવા માટે તેમને “નસીબદાર” તરીકે જોવામાં આવ્યા હતા.
યુગોવે હાઉસિંગ ચેરિટી શેલ્ટર માટે કરેલો સર્વે દર્શાવે છે કે, સબસ્ટાન્ડર્ડ હાઉસિંગના દરેક ક્ષેત્રમાં, ખાનગી ભાડૂતો જો શ્વેત ન હોય તો તેમને અસર થવાની શક્યતા વધુ છે. પાછલા 12 મહિનામાં પાંચમાંથી ચારથી વધુ બિન-શ્વેત ભાડુઆતોને બિસમાર હાલતમાં જીવવું પડ્યું હતું. આ દર શ્વેત લોકો માટે પાંચમાંથી ત્રણથી ઓછાનો છે. ત્રણમાંથી એક ભાડૂતને બોઈલર અથવા હીટિંગની સમસ્યા હતી.
18 ટકા શ્વેત ભાડૂતોએ જણાવ્યું હતું કે તેમણે પાછલા વર્ષમાં મકાનમાલિકો દ્વારા ગેરકાયદેસર કૃત્યનો અનુભવ કર્યો હતો, જ્યારે બિન-શ્વેત ભાડૂતો માટે આ આંકડો 33 ટકા છે. તેમને છેલ્લાં ત્રણ વર્ષમાં બહાર કાઢી નાખવાની ધમકી આપવામાં આવે તેવી શક્યતા પણ વધુ હતી.’’
સરકાર હવે ભાડાના નિયમોમાં સુધારાની માંગનો સામનો કરી રહી છે. વિરોધ પક્ષોએ પણ ભાડાના કાયદામાં ફેરફાર કરવાનું વચન આપ્યું છે. શેડો હાઉસિંગ મિનિસ્ટર, મેથ્યુ પેનીકુકે કહ્યું હતું કે “સબસ્ટાન્ડર્ડ પ્રાઈવેટ રેન્ટ્ડ હાઉસિંગ તેમાં રહેનારા તમામના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ભારે અસર કરે છે. મારો પક્ષ “ઊંડી અસમાનતાઓને પહોંચી વળવા” પ્રતિબદ્ધ છે.