Hardik Patel won by 50,000 votes from Viramgam seat
હાર્દિક પટેલ (ફાઇલ ફોટો. (ANI Photo)

ભાજપના યુવા નેતા હાર્દિક પટેલનો વિરમગામ બેઠક પરથી 51,707 મતથી ભવ્ય વિજય થયો હતો. વિરમગામ બેઠક પરથી કોંગ્રેસના લાખ ભરવાડ બે ટર્મથી ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ આ વખતે ત્રીજા સ્થાને રહ્યાં છે. AAPએ આ બેઠક પર અમરસિંહ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા.

આ બેઠક પર બીજા નંબરે 47072 મત આમ આદમી પાર્ટીને મળ્યા હતા. વર્તમાન ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની કારમી હાર થઇ હતી. કોંગ્રેસ વિરમગામ બેઠક પર બીજું સ્થાન જાળવવામાં પણ નિષ્ફળ રહી હતી. 2022ની ચૂંટણીમાં વિરમગામ બેઠક પર કુલ 198488 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે ટકાવારી પ્રમાણે 65.57 ટકા મતદાન નોંધાયું હતું.
જીત બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે આ બીજેપીના કામની જીત છે. અમે આગામી 20 વર્ષમાં થનારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. AAP સાથે કોઈ સ્પર્ધા નહોતી. વિરમગામ મતવિસ્તારના વધુ વિકાસ માટે મને જીતાડ્યો છે.

અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠકમાં માંડલ અને દેત્રોજ તાલુકાનો સમાવેશ થાય છે, આ બેઠક 2012થી કોંગ્રેસ પક્ષ સાથે છે. છેલ્લી વખત 2007ની ચૂંટણીમાં વિરમગામ મતવિસ્તાર ભાજપ પાસે હતો.

2015માં પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલને નામના મળી હતી. તેને આંદોલનના ભાગ રૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)નું નેતૃત્વ કર્યું હતું અને તે સરદાર પટેલ જૂથ (SPG)ના સભ્ય પણ હતા.
આંદોલન પછી હાર્દિક પટેલ સૌપ્રથમ કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ પક્ષના નેતૃત્વ સાથેના મતભેદો પછી તેમને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. હાર્દિક પટેલે ગુજરાતમાં કોંગ્રેસ અને તેના ટોચના નેતાઓ દ્વારા સાઇડલાઇન કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી હતી.

LEAVE A REPLY