મુસ્લિમ વિરોધી પક્ષ તરીકે જાણીતા ભાજપે તાજેતરમાં તેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પસમંદા મુસ્લિમ તારીક મંસૂરની પસંદગી કરતાં સૌને નવાઈ લાગી હતી. ચાલુ વર્ષે કેટલાંક રાજ્યોમાં વિધાનસભા અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પોતાની ટીમમાં ગયા સપ્તાહે મોટા ફેરફારો કર્યાં હતા. ઉત્તરપ્રદેશના પસમંદા મુસ્લિમ તારીક મંસૂરને ઉપાધ્યક્ષ બનાવામાં આવ્યા હતા. મંસૂરને પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે સામેલ કરવામાં આવ્યા બાદ હવે આ પદ પર બે મુસ્લિમ છે. કેરળના નેતા અબ્દુલ્લા કુટ્ટી આ યાદીમાં લઘુમતી સમુદાયના અન્ય સભ્ય છે. દેશના 5 રાજ્યની 190 લોકસભા બેઠક પર પ્રભાવ ધરાવતા પસમાંદા મુસ્લિમોને રીઝવવા માટે ભાજપે આ હિલચાલ કરી હતી. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પસમાંદા મુસ્લિમ સુધી પહોંચવાની ભાજપના કાર્યકરોને અપીલ કરી હતી.
તારિક મન્સૂર મુસ્લિમ પસમાંદા સમુદાયના છે. તેઓ મે 2017થી એપ્રિલ 2023 સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર હતા. CSDS લોકનીતિ સર્વે 2022એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કે ઉત્તરપ્રદેશ વિધાનસભામાં 8% પસમાંદા મુસ્લિમોએ ભાજપને મત આપ્યો હતાં. જેના કારણે પસમાંદાએ ઘણી બેઠકો પર ભાજપની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. યુપી વિધાનસભા ચૂંટણી 2022માં 34 મુસ્લિમ ધારાસભ્ય વિજયી બન્યાં હતા. તેમાંથી 30 ધારાસભ્ય પસમાંદા સમુદાયા છે. ઉત્તરપ્રદેશની કુલ વસતિના 18% પસમાંદા મુસ્લિમો છે.
મન્સૂરની નિમણૂકની જાહેરાત પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પર એક પુસ્તક લોન્ચ કરવા માટે ગૃહ પ્રધાન અમિત શાહની રામેશ્વરમની મુલાકાત સાથે મળી હતી, જે ભાજપના પાસમાંદાંને રિઝવવાની એક અન્ય પ્રભાવશાળી પહેલ માનવામાં આવે છે. ભાજપનો હેતુ પસમાંદા મુસ્લિમ વસ્તી સાથે તેના સંબંધોને મજબૂત કરવાનો છે. આરએસએસ પણ મુસ્લિમ શિક્ષણવિદો અને વ્યાવસાયિકો સુધી તેની પહોંચ વિસ્તારી રહ્યો છે.