છત્તીસગઢના ખૈરાગઢમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું કે હતું કે ભાજપ અનામતને ક્યારેય ખત્મ થવા દેશે નહીં અને કોંગ્રેસને આવું કરવા પણ નહિ દે.
અમિત શાહે જણાવ્યું હતું કે આજે બાબા સાહેબ આંબેડકરની જયંતિ છે. આખો દેશ તેમને દલિતો, આદિવાસીઓ, પછાતો અને ગરીબોના ઉત્થાનની દિશામાં કરાયેલા કામો માટે યાદ કરી રહ્યો છે. આ દિવસે લોકો તેમના(આંબેડકર) દ્વારા તૈયાર કરાયેલા બંધારણની ભાવનાને જમીની સ્તર સુધી પહોંચાડવા માટે કામ કરે છે, પરંતુ કોંગ્રેસ આ દિવસે જ જૂઠ્ઠાણી ફેલાવી રહી છે.
ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દાવો કરી રહ્યા છે કે મોદી ફરીથી વડાપ્રધાન બનશે તો બંધારણ બદલી દેવાશે અને ભાજપ સત્તામાં રહેશે તો અનામત ખત્મ કરી દેશે. પરંતુ હું એ સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે જ્યાં સુધી ભાજપ રાજનીતિમાં છે, અમે અનામતને કશુંય થવા દઈશું નહીં અને કોંગ્રેસને અનામત ખત્મ કરવા દઈશું નહીં.