ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાએ પોતાની ટીમમાં મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા વિનોદ તાવડેને મહાસચિવ બનાવ્યાં છે. આની સાથે બિહારના ઋતુરાજ સિંહા અને ઝારખંડના રાંચીના મેયર આશા લકડાને પણ રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. પશ્ચિમ બંગાળના ભારતી ઘોષ અને કોંગ્રેસના પૂર્વ નેતા શહજાદ પૂનાવાલાને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. ભારપના મહાસચિવ અરુણ સિંહે સત્તાવાર નિવેદન જારી કરી આ નિયુક્તની રવિવારે જાહેરાત કરી હતી.
વિનોદ તાવડે અત્યાર સુધી નડ્ડાની રાષ્ટ્રીય પદાધિકારીઓની ટીમમાં સચિવ હતા અને તેઓ હરિયાણાના પ્રભારી હતા. હવે તેમને મહાસચિવ બનાવવામાં આવ્યા છે.
અરુણ સિંહ ઉપરાંત કૈલાશ વિજયવર્ગીય, દુષ્યંત ગૌતમ, ડી પુરંદેશ્વરી, સી ટી રવિ, તરુણ ચુગ અને દિલીપ સૈકિયા હાલમાં રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સંભાળે છે. હવે તેમા નવું નામ તાવડેનું જોડાયું છે. ભારતી ઘોષ ભૂતપૂર્વ પોલીસ ઓફિસર છે. તેઓ 2019માં ભાજપમાં સામેલ થયા હતા. ભાજપના બિહાર એકમમાં પદાધિકારી રહી ચુકેલા ઋતુરાજ સિંહા ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ આર કે સિંહાના પુત્ર છે. આશા લકડા રાંચીના મેયર છે.