BJP released another list of 6 candidates
. (ANI Photo)

ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવાર (12 નવેમ્બર)એ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે છ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ સાથે, શાસક પક્ષ ભાજપે બે તબક્કાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ચૂંટણીમાં જનાર કુલ 182 બેઠકોમાંથી તમામ 166 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જો કે, હજી 16 ઉમેદવારો પર સસ્પેન્સ યથાવત છે.ભાજપની બીજી યાદી મુજબ, પાર્ટીએ ભાવનગર પૂર્વ બેઠક પરથી વિભાવરીબેન દવેને બદલે સેજલ પંડ્યાને મેદાનમાં ઉતાર્યા છે.

છ ઉમેદવારોની બીજી યાદીમાં ભાજપે બે મહિલાઓને ટિકિટ આપી હતી. બીજી યાદીમાં ધોરાજીમાંથી મહેન્દ્રભાઈ પડાળિયા, ખંભાળિયામાંથી મૂળુભાઈ બેરા, કુતિયાણામાંથી ધેલીબેન માલદેભાઈ ઓડેદરા, ભાવનગર પૂર્વમાંથી સેજલ રાજીવકુમાર પંડ્યા, દેડિયાપાડા (એસટી)થી હિતેશ દેવજી વસાવા અને ચોર્યાસીના સંદીપ દેસાઈની મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાજપ ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરે છે. ભાજપને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) તરફથી ચૂંટણી પડકારનો સામનો કરવો પડશે. આમ આદમી પાર્ટીએ તેના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસ પણ ભાજપ સરકારને સત્તા પરથી હટાવવા માટે તેના શ્રેષ્ઠ ચૂંટણી પ્રયાસ કરવાની આશા રાખી રહી છે. ભાજપનો ગઢ ગણાતા રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે.
અગાઉ ગુરુવારે, ભાજપે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકોમાંથી 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. 160 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 14 મહિલાઓ, 13 અનુસૂચિત જાતિ, 24 અનુસૂચિત જનજાતિના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સત્તાધારી પક્ષે 69 ઉમેદવારો રિપીટ કર્યા હતા. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

LEAVE A REPLY