ઉત્તરપ્રદેશની એક સ્થાનિક અદાલતે મંગળવારે એક સગીરા પર બળાત્કારના કેસમાં ભાજપના ધારાસભ્ય રામદુલાર ગોંડને દોષિત ઠેરવ્યાં હતાં. આ મામલો નવ વર્ષ પહેલાનો છે. સજાની જાહેરાત 15 ડિસેમ્બરે થશે.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (POCSO) સત્યપ્રકાશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે કોર્ટે ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્યને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે જ્યારે સજા માટે 15 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. ગોંડ ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના દૂધી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. કેસની વિગત આપતાં ત્રિપાઠીએ કહ્યું કે આ ઘટના 4 નવેમ્બર, 2014ના રોજ બની હતી અને ધારાસભ્ય સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની કલમ 376 (બળાત્કાર), 506 (ગુનાહિત ધમકી) અને 5L/6 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.