દેશ અને દુનિયામાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કોરોનાની લપેટમાં હવે ભાજપા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયા પણ આવી ગયા છે. તબિયત બગડતા તે બંનેને દિલ્હીની સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ થતા જ તેમના કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જે પોઝિટિવ આવ્યા છે. અત્યારે બંનેની પરિસ્થિતિ સ્થિર છે.
મધ્યપ્રદેશના ગુનાથી પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની હોસ્પિટલ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જ્યોતિરાદિત્યમાં કોરોનાના કેટલાક લક્ષણો જોવા મળ્યા હતા પરંતુ તેમની માતામાં કોરોનાનું એક પણ લક્ષણ જોવા મળ્યું નહતું. કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ બંનેની સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ય જાણકારી પ્રમાણે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવા માટે જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલથી સીધા દિલ્હી આવ્યા હતા. ત્યારબાદ લોકડાઉન લાગુ થતા તેઓ પોતાના પરિવાર સાથે દિલ્હીમાં પોતાના નિવાસ સ્થાને રહી રહ્યા હતા. પરંતુ ચાર દિવસ અગાઉ અચાનકથી તેમનામાં કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થઈ ગયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.